Amul Fake Ghee : અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેલ થતા ઉહાપોહ મચી ગયો છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ માફિયાઓએ 48 લાખ ભક્તોની આસ્થા સાથે ચેડાં કર્યા હતા. ખરાબ ઘીમાંથી મોહનથાળનો પ્રસાદ બનાવીને મોહિની ગ્રુપે 31 લાખ પેકેટ માઈભક્તોને પધરાવી દીધાં. મેળો પત્યા પછી ઘી ખરાબ હોવાનો રિપોર્ટ જાહેર કરાયો હતો. ખરાબ મોહનથાળનું ઘી અમદાવાદથી ખરીદાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. બીજો મોટો ખુલાસો એ થયો કે, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી આ નકલી ઘી ખરીદવામાં આવ્યું હતું. અંબાજીમાં અંદાજે 3 હજાર કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે હવે નિર્ણય લેવાયો કે, અંબાજીમાં હવે મંદિરના કર્મચારીઓ જ પ્રસાદ બનાવશે. ભેળસેળવાળો પ્રસાદ બનાવનાર મોહિની કેટર્સનો કોન્ટ્રાક્ટ ન રિન્યૂ ન કરાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે અંબાજીના મોહનથાળના પ્રસાદમાં વપરાયેલા ઘીના નમૂના ટેસ્ટિંગમાં ફેલ થયા હતા. માવામાં વપરાયેલું ઘી અમદાવાદના માધુપુરમાં આવેલ નીલકંઠ ટ્રેડર્સમાંથી ખરીદવામાં આવ્યું હતું. અમદાવાદના દિલ્લી દરવાજા નજીકથી ઘીનો જથ્થો ખરીદાયો હતો. અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાં દરોડા પાડીને ઘીનાં સેમ્પલ લેવાયાં હતા. 48 લાખ ભક્તોને મોહનથાળનાં 31 લાખ પેકેટ વહેંચવામાં આવ્યાં હતા. 


અમેરિકામાં રહેતા પાટીદાર પરિવારે શેર કરી આ માહિતી, મહિનાનો કરિયાણાનો ખર્ચ આટલો થાય


અંબાજી મંદિરનું મોહિની કેટરર્સના દ્વારા મોહનથાલમાં વપરાયેલા ઘી અમદાવાદથી ખરીદવામાં આવ્યો હતો. યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદમાં વપરાયેલા ઘીના નમુના ફેલ ગયા છે. માવામાં ભપરાયેલા નકલી ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સથી ખરીદવામાં આવ્યો હતો. મોહનથાળ બનાવનાર મોહિની કેટરર્સે નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ઘી ખરીદ્યું હતું. અમદાવાદના માધુપુરા માર્કેટમાં નીલકંઠ ટ્રેડર્સ આવેલું છે. ત્યારે અંબાજી પોલીસ તપાસ કરવા નીલકંઠ ટ્રેડર્સ પાસે પહોંચી હતી. જ્યાં નીલકંઠ ટ્રેડર્સ આપેલા ઘી ભેળસેળ થયાનો ખુલાસો થયો છે. હાલ ફૂડ સેફ્ટી દ્વારા દુકાન અને ગોડાઉનમાં સીલા મારી દેવામાં આવી છે. 


અંબાજી મંદિરે મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ પૂરો કર્યો. કોન્ટ્રાક્ટ રિન્યુઅલ રદ કરાયું. નવો કોન્ટ્રાક્ટ રિન્યુઅલ ન કરી મંદિર ટ્રસ્ટે પોતે પ્રસાદ બનાવવાની કામગીરી આરંભી. મંદિર ટ્રસ્ટના પ્રસાદ ગૃહમાં હાલ 1000 જેટલા પત્રામાં 8 હજાર કિલો પ્રસાદ બનેલો પડ્યો છે. આ પ્રસાદ મોહિની કેટર્સ દ્વારા બનાવામાં આવેલો છે. મોહિની કેટર્સ દ્વારા બનાવેલા પ્રસાદના પેકેટ ભરવાની કામગીરી મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરાઈ. હાલ 50 ઉપરાંત મહિલાઓને કામે લગાડાઈ છે. 35 હજાર ઉપરાંત પ્રસાદના પેકેટ ભરાય તેટલો પ્રસાદ મોહિની કેટર્સ દ્વારા બનાવેલો પડ્યો છે.


લાખો રાશનકાર્ડ ધારકોને સરકારની મોટી દિવાળી ભેટ! આપશે વધારાનું તેલ અને ખાંડ


તો આ વિશે કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું કે, બે લાખ પ્રસાદ ભાદરવી પૂનમ દરમ્યાન વેચવામાં આવ્યો હતો. કોઈ નવી એજન્સીને બોલાવીને આટલું મોટું કામ કરવું મુશ્કેલ છે. એજન્સીના માણસો વાપર્યા પરંતુ મોનેટરીંગ અમે કરતા હતા. પ્રસાદમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઈઝ કરવામાં આવ્યું નથી. 
 


ગુજરાતના આ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી, હવે વરસાદ નહિ પણ આકરી ગરમીની છે આગાહી