નવી દિલ્હી: આ સજ્જનનું નામ છે પીવીઆર નરસિમ્હા રાવ જે અમેરિકાના બોસ્ટન શહેરમાં રહે છે. વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર નરસિમ્હા રાવ જગન્નાથ હોરા નામના મફત જ્યોતિષ સોફ્ટવેરના નિર્માતા પણ છે. તેમણે 2020થી લઈને 2035 સુધીની પોતાના જ્યોતિષ જ્ઞાનના માધ્યમથી દુનિયાની ભવિષ્ય ગણતરી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્જિનિયરના સ્નાતક છે નરસિમ્હા રાવ
આ ઈન્ડો અમેરિકન જ્યોતિષ આઈઆઈટી મદ્રાસથી એન્જિનિયરિંગના સ્નાતક છે અને તેમણે હ્યુસ્ટનના રાઈસ વિશ્વ વિદ્યાલયથી માસ્ટર ડિગ્રી મેળવી છે. કમાલની વાત એ છે કે તેમના મૂળમાં આજે પણ ભારતીયતા છે જે તેમના અમેરિકી જીવનમાં પણ જોવા મળે છે. નરસિમ્હા રાવ સંસ્કૃત અને હિન્દીના વિદ્વાન છે. 


29 માર્ચ 2020ના રોજ કરી છે આ ભવિષ્યવાણી
દુનિયા અંગે કોરોના યર 2020થી લઈને આગામી પંદર વર્ષો સુધીની તેઓ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. દોઢ મહિના પહેલા 29 માર્ચના રોજ જ તેમણે આ ભવિષ્યવાણી કરી છે જેમાં દુનિયાના આાગમી 15 વર્ષના હાલ કેવા રહેશે તે જણાવ્યું છે. 


અઢી વર્ષ સુધી રહેશે અરાજકતાનું રાજ
નરસિમ્હા રાવના જણાવ્યાં મુજબ દુનિયામાં આગામી અઢી વર્ષ સુધી એટલે કે 2023 સુધી અરાજકતાનો સમય જોવા મળશે. ત્યારબાદ પુર્નનિર્માણની પ્રક્રિયા 2023ના મધ્યથી શરૂ થશે. જે વિશ્વની અર્થવ્યવસ્થાને સ્થિર કરવામાં 2034 સુધીનો સમય લેશે.


અમેરિકા અને ચીન નબળા પડશે
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દુનિયામાં પોતાની સર્વોચ્ચતાની સ્થિતિ ગુમાવશે અને બ્રિટનની જેમ બનીને રહી જશે. એ જ રીતે ચીનની શક્તિ પણ ખુબ નબળી પડશે કારણ કે તે પણ સોવિયેત રશિયાની જેમ અનેક દેશોમાં વિખરાઈ જશે. 


સુપર પાવર ભારત બનશે વિશ્વગુરુ
પૂંજીવાદ અને સમાજવાદના સારા તત્વોના સંયોજનથી એક નવી નાણાકીય પ્રણાલી ઉભરશે અને ભારત આ નવા દોરમાં અગ્રણી રાષ્ટ્ર બનશે. આવનારી શતાબ્દી અને સહસ્ત્રાબ્દી ભારતની છે જેમાં દુનિયા ભારતને એક નવા સુપર પાવર તરીકે જોશે. 


મોદી આગામી કાર્યકાળ પણ જીતશે
તેમની ભવિષ્યવાણી મુજબ રાષ્ટ્રહિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહસિક નિર્ણયો લેશે અને 2022થી 2024 દરમિયાન અનેક રાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ લાવશે. મોદી 2024માં 3 ગણા વધારે બહુમતથી જીતશે. ત્રીજા કાર્યકાળમાં અધવચ્ચે જ તેઓ પોતાના એક સહયોગીને સત્તા સોંપશે અને સાર્વજનિક જીવનથી સન્યાસ લેશે. 


જુઓ LIVE TV



ટ્રમ્પ અને અમેરિકા માટે સમય સારો નથી
ડોનાલ્ડ ટ્રમ્પનો જૂન 2020થી ખરાબ સમય શરૂ થવાનો છે. આ વર્ષે થનારી અમેરિકી રાષ્ટ્રપદની ચૂંટણીમાં તેઓ સત્તા ગુમાવી શકે છે. સપ્ટેમ્બર 2020 સુધીમાં તેમના પર મહાભિયોગ ચલાવવામાં આવે તેવા યોગ બની રહ્યાં છે. આ વર્ષ 2020માં સંયુક્ત રાજ્ય અમેરિકામાં અનેક રાજકીય ઉથલપાથલ જોવા મળશે.