અંક શાસ્ત્રથી જાણો કેવું રહેશે મૂળાંક 1થી લઈને મૂળાંક 9 સુધીના જાતકોનું નવું વર્ષ 2025
Varshik Ank Jyotish 2025: અંકશાસ્ત્ર અનુસાર, જે રીતે 2024માં શનિનો અંક 8 પ્રભાવિત થયો હતો, તેવી જ રીતે આગામી વર્ષ 2025માં 9 એટલે કે મંગળની ઉર્જા પ્રભાવિત થશે. જ્યોતિષીય ગણતરી મુજબ આવનારું વર્ષ 2025 સંઘર્ષની સાથે સફળતાથી ભરેલું રહેશે. જ્યારે ઘણી રાશિઓ સાડાસાતી શરૂ કરશે, તો કેટલીક રાશિઓ સાડાસાતીથી મુક્ત થશે.
Year 2025L: ઇ.સ. ૨૦૨૫નો વર્ષાન્ક અંકશાસ્ત્ર મુજબ ગણીયે તો ૨+૦+૨+૫ = ૯ આવે જે આંક મંગળ નો ગણાય છે. વર્ષાન્ક મુજબ વર્ષ દરમિયાન અંકની અસર જે તે વર્ષમાં જન્મ હોય તેના વર્ષનો સરવાળો કરી અને આવેલ અંકને આ વર્ષના અંક ૯ સાથેની કેવી અસરની સંભાવના બને તે જોઈએ.
ભારત દેશનો વર્ષાન્ક ૧+૯+૪+૭ = ૨૧ એટલે ૨+૧ = ૩ અને ગુજરાત રાજ્યનો વર્ષાન્ક ૧+૯+૬+૦ = ૧૬ એટલે ૧+૬ = ૭ આવે તો આ મૂળ વર્ષાન્ક ને આ વરસ ના વર્ષાન્ક ૯ સાથે ફળકથન ની થોડી ગણતરી કરતા ભારત દેશ માટે વર્ષ ૨૦૨૫ એકંદરે સારું રહેશે, પ્રજા માટે યોગ્ય સહાયક કાર્ય, નવી યોજના, જુના પડતર પ્રશ્નનું નિરાકરણ, શિક્ષા અને જરૂરિયાતમંદ માટે સારી જોગવાઈ થઈ શકે છે.
ગુજરાતમાં પણ ધાર્મિક, સાંસ્કૃતિક ક્ષેત્રમાં સારા કાર્ય થાય, વિચારસરણીમાં નવા પરિવર્તન આવે કૃષિ ક્ષેત્રમાં સારા નિર્ણય લેવાય વગેરે જેવી બાબત બનવા સંભવ છે.
હવે વર્ષાન્ક મુજબ અન્ય અંક સાથેના ફળકથન કરીયે તો..,
૧ અંકવાળા માટે આત્મવિશ્વાસ, ચતુરાઈ નો લાભ મળે, યોગ્ય આયોજન હોય તો નવા કાર્યમાં પણ લાંભ થાય
૨ અંકવાળા થોડા ઉતાવાળીયા નિર્ણય લેતા જોવા મળે, લાગણીશીલ વર્તન બને, જોખમી નિર્ણય ન લેવા હિતાવહ કહી શકાય
૩ અંકવાળા થોડા વ્યવહારુ ચતુરાઈ કરી અંગત પ્રશ્ન નું સમાધાન કરી શકે, મુસાફરી યાદગાર બની શકે, કાર્યમાં ઉત્સાહ સારો રહે,
૪ અંકવાળા અતિ ઉત્સાહી રહે, ક્યાંક ધાર્યા કરતાં વધુ ખર્ચ પણ કરી શકે, કોઈ અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, જિંદી સ્વભાવ થઈ શકે છે
૫ અંકવાળા નવા આયોજન ને અમલ કરવાની વૃત્તિ રહે, વિચાર, કાર્યમાં પરિવર્તન પણ સંભવિત બની શકે, લાભની વાત સંભવિત બની શકે
૬ અંકવાળા પોતાનું ધાર્યું કે ગણતરી મુજબનું કાર્ય કરી શકે, મહેનત મુજબ સફળતા મેળવી શકે, પ્રિયજન સાથે સંબંધમાં મધુરતા વધે, ખુશી મળે
૭ અંકવાળા માટે પોતાના નોકરી વ્યવસાય માં આગળ આવવાની તક મળે પણ થોડી તેમાં મહેનત કરવી પડે, નવા સંબંધ ક્યાંક ઉપયોગી થાય.
૮ અંકવાળા માટે થોડી ગણતરી વ્યવહારમાં વધુ રાખવી, વડીલવર્ગ કે ઉપરી અધિકારી સાથે કોઈ મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, જમીન, મકાન, વાહન સુખ સંભવિત બને.
૯ અંકવાળા માટે નિર્ણય શક્તિ થોડી ઝડપી થાય અને વધુ વિચાર ના કારણે થોડી ચિંતા ગુસ્સો વધે પણ યોગ્ય વ્યક્તિના માર્ગદર્શન મુજબ કામ કરવાથી થોડી મહેનત અંતે કાર્ય થાય, કામકાજ પર પ્રભુત્વ સારું જોવા મળે.
અંક શાસ્ત્રમાં મૂલાંક, ભાગ્યન્ક પોતાના અંગત જીવનમાં ઉપયોગી થાય તે હેતુ ઘણી વાત જોવા મળતી હોય છે કેટલીક વાર અંકશાસ્ત્રમાં શ્રદ્ધા રાખનાર પોતાના નામ ના અંગ્રેજી માં અક્ષર અનુસાર પોતાનો અંક ભાગ્યક મુજબ પણ ગોઠવતા હોય છે અહીં ફક્ત વર્ષાન્ક દ્વારા વર્ષ દરમિયાન ની કેટલીક વાત કરવામાં આવી છે.
૯ અંક મંગળ અને તેની અસર :
ઇ.સ. ૨૦૨૫ નો વર્ષાન્ક અંકશાસ્ત્ર મુજબ ગણીયે તો ૨+૦+૨+૫ = ૯ આવે જે આંક મંગળનો ગણાય છે. અંક મુજબ ફળકથનમાં સકારાત્મક અને નકારાત્મક બાબત ની ગણતરી પણ થાય છે જેમાં કેટલીક ઘટનાઓ પણ થતી જોવા મળે છે ઘટનાઓ ઘણા પ્રકારની બનતી હોય છે જે ક્યારેક અંક અને તેના માલિકની પ્રકૃતિ મુજબ ધ્યાનમાં પણ આવતી હોય છે .
૨૦૨૫ ૨+૦+૨+૫ = ૯
મંગળ ગ્રહ નો અંક છે
જે તેની પ્રકૃતિ અનુસાર આર્મી, પોલીસ, વિસ્ફોટ વગેરે ક્ષેત્રે અસર બતાવી શકે છે તેમાંની કેટલીક ઘટનાઓ યાદ કરીએ તો..,
2016 : પઠાણ કોટ હુમલો
સર્જિકલ સ્ટાઈક (ઉરી)
2007 : નંદીગ્રામ (પ.બ) પોલીસ ગોળીબાર માં ૧૪ મૃત્યુ,
સૌમજોતા એક્સપ્રેસ માં બોમ્બ વિસ્ફોટ
હૈદરાબાદ માં વિસ્ફોટ
1989 : ભાગલપુર (બિહાર) માં બે માસ સુધી હિંસા
1980 : પ્લેન ક્રેસ
1971 : ભારત પાક પુદ્ધ
1962 : ભારત ચીન યુદ્ધ
1953 : અરુણાચલ પ્રદેશમાં 47 સરકારી કર્મચારીઓ ની હત્યા
1944 : મુંબઈ વિસ્ફોટ ૧૩૦૦ મૃત્યુ, ૮૦,૦૦૦ પીડિત, બીજું વિશ્વ યુદ્ધ અસર
1935 : મુંબઈ માં આંદોલન તેમાં લાઠી ચાર્જ
1926 : રેલ દુર્ઘટના ૨૪૮ મૃત્યુ
અંક ૯ મંગળ ગ્રહ સરકાર, કાયદા, નિયમ, ઉર્જા શક્તિ, રમત વગેરે ક્ષેત્રે અસર બતાવી શકે છે તેમાની કેટલીક ઘટનાઓ યાદ કરીએ તો...,
1926 : અસમમાં ફરજિયાત શિક્ષણ કાયદો
1935 : ન્યાયાલય સ્થાપન, RBI કાર્યરત
1944 : જાહેર દેવા નીતિ કાયદો
1953 : હિન્દી રાષ્ટ્રભાષા નિર્ણય
1962 : ભારત રક્ષા અધિનિયમ
1971 : વિજય દિવસ નિર્ણય
1980 : હરીકોટા ખાતે SLV ઉપગ્રહનું સફળ પરીક્ષણ
1989 : અયોધ્યામાં મંદિર શિલાન્યાસની અનુમતિ
1998 : પોખરણ માં અણુપરિક્ષણ
2007 : T20 ક્રિકેટમાં ભારતનો પાકિસ્તાન સામે વિજય
2016 : GST બિલ પાસ
અહીં મોટેભાગે ભારત દેશમાં ઘટેલી ઘટના અભ્યાસ અર્થે લખેલી છે અંકશાસ્ત્ર ના અભ્યાસ માટે વધુ અભ્યાસ કરવાથી ઘણા પ્રકારની વાત જાણવા મળી શકે છે.
ડો. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય