Numerology: કોઈપણ મહિનાની 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 9 હોય છે. આ તારીખોમાં જન્મેલા લોકો ના સ્વભાવમાં એક ખાસ વાત હોય છે. આ ખાસ વાત એ છે કે મૂલાંક 9 ધરાવતા લોકો કોઈપણ વાત પર નારાજ ઝડપથી થઈ જાય છે અને પછી અચાનક જ તે વાતને ભૂલી પણ જાય છે. આ કારણથી અન્ય લોકો તેનો મૂડ કેવો છે તે જાણી શકતા નથી. આ મૂલાંક ધરાવતા લોકો સંઘર્ષશીલ હોવાના કારણે કોઈપણ કાર્ય કરવાથી ગભરાતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Astro Tips: આ વાર અને તિથિ હોય ત્યારે ભુલથી પણ શરીર પર તેલ લગાડતા નહીં, થઈ જશો કંગાળ


જે વ્યક્તિનો મૂલાંક 9 હોય તે સ્વભાવથી દયાળુ હોય છે. આવા લોકો બીજાની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. જો કોઈ વ્યક્તિ પરેશાન છે તેવી તમને ખબર પડે તો તેઓ મદદ કરવા આગળ આવે છે. 


મૂલાંક 9 ધરાવતા લોકોનું પારિવારિક જીવન સામાન્ય હોય છે. પરંતુ આ લોકોને ઘરની બાબતમાં બહારના લોકો ઇન્ટરફિયર કરે તે પસંદ નથી. જો બહારની વ્યક્તિ ઘરમાં ઇન્ટરફિયર કરે તો તેઓ તેને ટોકીને અટકાવે છે. 


આ પણ વાંચો: Surya Budh Yuti: શનિની રાશિમાં સર્જાશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓનું વધશે બેંક બેલેંસ


મુલાક નવ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો નવા વિચારોને અપનાવવામાં માને છે. તેથી નવા વર્ષમાં પણ તેમણે નવી શરૂઆત કરવી જોઈએ તેમાં તેમને સફળતા મળશે. નવી નોકરી કે બિઝનેસમાં પણ લાભ થઈ શકે છે. આ વર્ષમાં આ મૂલાંક 9 ના લોકોએ પોતાની બચત વધારવા પર ધ્યાન આપવું જરૂરી છે આ બચત ભવિષ્યમાં ઉપયોગી થશે.


આ પણ વાંચો: માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા શુક્રવારે કરો આ 3 સરળ કામ,ધનથી છલોછલ રહેશે તિજોરી


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)