April Grah Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિના દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. એપ્રિલ મહિનામાં સૂર્ય અને ગુરુનું ગોચર થશે. ગુરુ એક વર્ષમાં રાશિ બદલે છે તેથી એપ્રિલ મહિનો આ દ્રષ્ટિએ ખૂબ જ પ્રભાવશાળી રહેશે. ગુરુ સિવાય એપ્રિલ મહિનામાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર પણ રાશિ પરિવર્તન કરશે. ગ્રહોનું આ ગોચર દરેક રાશિ પર શુભ અને અશુભ પ્રભાવ પાડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ્રિલ મહિનામાં ગ્રહ ગોચર


આ પણ વાંચો: Budh Vakri 2024: 2 એપ્રિલથી મેષ રાશિમાં બુધ થશે વક્રી, આ 3 રાશિને થશે લાભ જ લાભ


- 2 એપ્રિલ 2024 ના રોજ મેષ રાશિમાં બુધ વક્રી થશે. બુધના વક્રી થવાથી મેષ, વૃષભ, મિથુન, સિંહ, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકોને ધન લાભ થશે. સાથે જ કારકિર્દીમાં સફળતા મળવાના યોગ પણ બનશે.


- ત્યાર પછી 4 એપ્રિલની સવારે મેષ રાશિમાં બુધ વક્રી અવસ્થામાં જ અસ્ત થઈ જશે. બુધના અસ્ત થવાથી કેટલીક રાશિના લોકોના મનમાં ભય, એકાગ્રતાની ખામી જેવી સમસ્યા થઈ શકે છે. આ રાશિઓમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિનો સમાવેશ થાય છે.


- 9 એપ્રિલ 2024 ના રોજ બુધ મીન રાશિમાં ગોચર કરશે.. ત્યાર પછી 10 મે સુધી મીન રાશિમાં બુધ રહેશે જેના કારણે દરેક રાશિને અસર થશે.


આ પણ વાંચો: 13 એપ્રિલથી આ 3 રાશિઓનું ભાગ્ય પલટી મારશે, સૂર્ય-ગુરુની યુતિથી ભરાશે ખાલી તિજોરી


- 13 એપ્રિલની રાત્રે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 14 મે સુધી સૂર્ય મેષ રાશિમાં રહેશે. આ સમય દરમિયાન મેષ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ પણ સર્જાશે. જે મેષ, વૃષભ સહિત કેટલીક રાશિના લોકોને ધન લાભ કરાવશે.


- 23 એપ્રિલે રાત્રે મીન રાશિમાં મંગળ ગોચર કરશે. મંગળના રાશિ પરિવર્તનથી મીન રાશિમાં મંગળ, બુધ અને રાહુની યુતિ સર્જાશે. 


- 25 એપ્રિલ 2024 ના રોજ શુક્ર ગોચર કરી મેષ રાશિમાં પ્રવેશ કરશે. 


એપ્રિલ મહિનાની ભાગ્યશાળી રાશિઓ


આ પણ વાંચો: આર્થિક અને પારિવારિક સમસ્યા દૂર કરી શકે છે લોટના દીવા, જાણો ચમત્કારી ઉપાય કરવાની રીત


એપ્રિલ મહિનાની શરૂઆતથી અંત સુધીમાં ગ્રહોના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકો માટે એપ્રિલ મહિનો લાભકારી રહેશે..એપ્રિલ મહિનામાં મેષ, વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થવાના યોગ છે. આ રાશિના લોકોના અટકેલા કામ પુરા થશે અને નોકરીમાં પણ સફળતા મળશે. કામના વખાણ થશે અને વેપારમાં લાભ થશે. એપ્રિલ મહિનામાં આવક વધશે અને જીવન સ્તર પણ સુધરશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)