Surya Shukra Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે પોતાની રાશિ બદલે છે. જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના રાશિ પરિવર્તનને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. ગ્રહ જ્યારે રાશિ બદલે છે તો તેનો પ્રભાવ બધી જ રાશિ પર પડે છે. કોઈ રાશિ પર ગ્રહ ગોચરનો સારો પ્રભાવ હોય છે તો કોઈ રાશિ પર અશુભ પ્રભાવ પડે છે. ગ્રહ ગોચરની દ્રષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે.. એપ્રિલ મહિનામાં ઘણા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ રાશિ પર હંમેશા રહે છે સૂર્યદેવની કૃપા, સમાજમાં માન-સન્માન સાથે કમાય છે અઢળક ધન


એપ્રિલ મહિનામાં સૌથી મહત્વનું રાશિ પરિવર્તન સૂર્ય અને શુક્રનું હશે. 13 એપ્રિલે ગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 24 એપ્રિલે સુખ, સમૃદ્ધિ અને પ્રેમ આપનાર ગ્રહ શુક્ર પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે મેષ રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિ સર્જાશે. શુક્ર અને સૂર્યની આ યુતિ ત્રણ રાશી માટે લાભકારી હશે. 


શુક્ર અને સૂર્યની યુતીથી આ રાશિને થશે લાભ


આ પણ વાંચો: Lemon Auction:આ મંદિરમાં ધરેલા લીંબુનો રસ પીવાથી સંતાનપ્રાપ્ત થતું હોવાની છે માન્યતા


સિંહ રાશિ


મેષ રાશિમાં સૂર્ય અને શુક્રની જે યુતિ સર્જાશે તે સિંહ રાશિ માટે લાભકારી હશે. આ સમય દરમિયાન કાર્યોમાં આવતી બાધાઓ દૂર થશે. સફળતા પ્રાપ્ત થશે. અટકેલા કામ પુરા થશે. વાહન કે સંપત્તિ ખરીદી શકો છો.. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે. જે બાળકો વિદેશ જવા માંગે છે તેમને સફળતા મળી શકે છે.


આ પણ વાંચો: Rahu Shukra Yuti: મીન રાશિમાં શુક્ર અને રાહુનું થશે મિલન, કર્ક સહિત 4 રાશિને થશે લાભ


તુલા રાશિ


તુલા રાશિના જાતકો માટે પણ સૂર્ય અને શુક્રનું મિલન લાભકારી સાબિત થશે. વૈવાહિક લોકો માટે શુભ સમય. પારિવારિક જીવન પણ સારું રહેશે. જે લોકોના લગ્ન નથી થયા તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. વેપારીઓ માટે પણ સારો સમય. નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે. 


આ પણ વાંચો: Vipreet Raj Yoga: 31 માર્ચથી 24 એપ્રિલ સુધીનો સમય 4 રાશિઓ માટે અતિશુભ, થશે ધન લાભ


ધન રાશિ


મેષ રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ સર્જાશે તે ધન રાશિ માટે પણ લાભકારી છે. નોકરીની સમસ્યા હશે તો તે દૂર થશે. બોસ તમારા કામના વખાણ કરશે. સુખ સુવિધા વધશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. વેપારીઓ માટે સારો સમય.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)