શું આર્થિક તંગીથી હતાશ થઈ ગયા છો? તો વાસી રોટલીનો આ 4 રીતે કરો ઉપયોગ, લક્ષ્મીજીનો ઘરમાં વાસ થશે
Basi Roti Totke: તમે પોતાના ઘરમાં વધેલી વાસી રોટલીનું શું કરો છો? કદાચ તમે ગાયને કે કૂતરાને આપતાં હશો કે પછી ફેંકી દેતા હશો. તો એવું ન કરતા. આ વાસી રોટલી તમારી જિંદગી બદલી શકે છે.
Basi Roti Totke: આપણે જીવનમાં કેટલા સફળ થઈશું આ આપણી મહેનત અને ગ્રહોની સ્થિતિ પર નિર્ભર કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવા અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરીને ગ્રહોને શાંત અને મજબૂત કરી શકાય છે. આવો જ એક ઉપાય વાસી રોટલી સાથે જોડાયેલો છે. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે વાસી રોટલી માત્ર તમારું પેટ જ ભરતી નથી પરંતુ ઘરમાં ધનના ભંડાર પર ભરી શકે છે. આવો આજે અમે તમને વાસી રોટલી સાથે જોડાયેલા 4 ઉપાયોની માહિતી આપીશું.
1. ગાય માટે કાઢી લો પહેલી રોટલી:
રોજ ઘરમાં રોટલી બનાવો ત્યારે પહેલી રોટી ગાય માટે કાઢીને અલગ રાખો. આ રોટલીને નિયમપૂર્વક ગાયને ખવડાવો. આવું કરવા પર મા લક્ષ્મીના ભરપૂર આશીર્વાદ મળે છે. અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
આ પણ વાંચો:
આ તારીખે શનિનો ઉદય થશે અને ચમકી જશે 3 રાશિના લોકોનું ભાગ્ય, ધનના થશે ઢગલા
યાદ રાખજો કે આ 2 દિવસોએ ન ચઢાવવું તુલસીમાં જળ, કરશો ભુલ તો પરિવારમાં આવશે ગરીબી
જીવનમાં આવનારા સંકટ તરફ ઈશારો કરે છે આ ઘટનાઓ, માનવામાં આવે છે અશુભ
2. શનિ દેવનો પ્રકોપ ઓછો થાય છે:
જો કોઈ વ્યક્તિ પર શનિની વક્ર દ્રષ્ટિ કે સાડા સાતી ચાલી રહી હોય તો તેણે અમાસ કે કોઈપણ શનિવારે વાસી રોટલીનો ઉપાય કરવો જોઈએ. તેણે શનિવારે 2 વાસી રોટલી અને ખીર ગાયને ખવડાવવી જોઈએ. કહેવામાં આવે છે કે આ ઉપાયથી શનિ દેવનો પ્રકોપ ઓછો થઈ જાય છે.
3. કુંડલીમાં રાહુ દોષ ખતમ થઈ જાય છે:
જે લોકો કુંડળીમાં રાહુ દોષથી પીડિત ચાલી રહ્યા હોય તો તેમણે દરરોજ કોઈ એક રોટલી પર સરસવું તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવવી જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી કુંડળીમાં રાહુ દોષ ખતમ થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિનો ફેલાવો થાય છે.
4. નવગ્રહને પણ શાંત કરી શકો છો:
જો તમારા બનતા કામમાં અડચણ ઉભી થાય છે. નોકરી-બિઝનેસમાં પ્રગતિ થતી નથી. તો તેનો અર્થ એ થયો કે નવગ્રહ તમારાથી નારાજ ચાલી રહ્યા છે. તેમને શાંત કવા માટે રોજની 5 વાસી રોટલી લઈ લો અને તેના નાના-નાના ટુકડા કરીને પક્ષીઓને દાણાના રૂપમાં ખવડાવવાનું શરૂ કરો. આવું કરવાથી નવગ્રહ શાંત થઈ જાય છે અને સફળતા તમારા પગ ચૂમવા લાગે છે.
(Disclaimer: અહીંયા આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)