હનુમાનજી આ 4 રાશિઓ પર રહેશે મહેરબાન, મા લક્ષ્મીની પણ હોય છે વિશેષ કૃપા, ધનના મામલામાં રહે છે ભાગ્યશાળી
જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ છે. 12 રાશિઓમાંથી કેટલાક જાતકો પર બજરંગબલીની વિશેષ કૃપા રહે છે. હનુમાનજી કલયુગના મુખ્ય દેવ છે અને કલયુગમાં અજર-અમર છે.
નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ છે. 12 રાશિમાંથી કેટલાક જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. હનુમાન જી કલયુગના મુખ્ય દેવ છે અને આ કલયુગમાં અજર-અમર છે. માતા સીતાએ હનુમાનજીને અજર-અમર રહેવાનું વરદાન આપ્યું હતું. હનુમાનજીની કૃપાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે. જે વ્યક્તિ પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે, તેને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આ રાશિના જાતકોની સ્વયં બજરંગબલી રક્ષા કરે છે.
મેષ રાશિ
જ્યોતિષ માન્યતાઓ અનુસાર મેષ રાશિના જાતકો પર હનુમાન જીની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકોની ઈચ્છાશક્તિ મજબૂત હોય છે. મેષ રાશિના જાતકો ધનના મામલામાં ખુબ ભાગ્યશાળી હોય છે.
ઉપાય
મેષ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ ભગવાન શ્રી રામના નામનું સ્મરણ કરવું જોઈએ.
સિંહ રાશિ
જ્યોતિષ માન્યતાઓ અનુસાર સિંહ રાશિના જાતકો પર હનુમાનજીની કૃપા રહે છે. આ જાતકો દરેક સંકટથી દૂર રહે છે. સિંહ રાશિના લોકોનો આર્થિક પક્ષ મજબૂત હોય છે. હનુમાનજીની કૃપાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે.
આ પણ વાંચોઃ 18 વર્ષ બાદ બનશે રાહુ-બુધની યુતિ, આ ત્રણ જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા
ઉપાય
સિંહ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ બજરંગબલીના પાઠ કરવા જોઈએ.
વૃશ્ચિક રાશિ
હનુમાનજીની વૃશ્ચિક રાશિના જાતકો પર વિશેષ કૃપા રહે છે. આ લોકો પર બજરંગબલીની કૃપાનો વરસાદ થાય છે. આ જાતકોના કામમાં કોઈ વિઘ્નો આપતા નથી. બજરંગબલીની કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકો નોકરી, વેપારમાં ખુબ પ્રગતિ કરે છે. આ જાતકો હનુમાનજીની કૃપાથી ભાગ્યશાળી હોય છે.
ઉપાય
ભગવાન સીતા રામનું સ્મરણ કરો અને દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર હનુમાનજીની કૃપાથી કુંભ રાશિના જાતકો દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે. તે ધનના મામલામાં ભાગ્યશાળી હોય છે. કુંભ રાશિ પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. કુંભ રાશિના જાતકોનું સંકટ બજરંગબલી દૂર કરે છે.
ઉપાય
દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)