Purnima Upay: પૂનમની તિથિ પર કરેલા આ ઉપાય વ્યક્તિને બનાવી શકે છે કરોડપતિ, જીવનમાં થાય છે ચમત્કાર
Purnima Upay: પંચાંગ અનુસાર આ વર્ષે અષાઢ મહિનાની પૂનમ 20 જુલાઈ 2024 અને શનિવારે સાંજે 5 કલાક અને 59 મિનિટથી શરૂ થશે. જેનું સમાપન 21 જુલાઈ અને રવિવારે 3 ત્રણ કલાક અને 46 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર ગુરુપૂર્ણિમાની ઉજવણી 21 જુલાઈએ કરવામાં આવશે
Purnima Upay: વર્ષ દરમિયાન 12 પુનમ આવે છે. પૂનમની તિથિનું વિશેષ મહત્વ હોય છે કારણ કે આ તિથિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. હાલ અષાઢ મહિનો ચાલી રહ્યો છે અષાઢ મહિનામાં આવતી પૂનમ વિશેષ ગણાય છે. અષાઢ મહિનાની પૂનમના દિવસે મહાભારતની રચના કરનાર મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. તેમણે વેદોની રચના કરી હતી. તેમને સંસારના પહેલા ગુરુ પણ માનવામાં આવે છે. અષાઢ મહિનાની પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર દિવસ 21 જુલાઈ 2024 ના રોજ આવશે. 21 જુલાઈએ ગુરુપૂર્ણિમા પણ ઉજવવામાં આવશે.
આ પણ વાંચો: Shani Margi 2024: 30 વર્ષ પછી શનિ કુંભ રાશિમાં થશે માર્ગી, 3 રાશિનો મુશ્કેલ સમય પુરો
ગુરુપૂર્ણિમાની તિથિ અને શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર આ વર્ષે અષાઢ મહિનાની પૂનમ 20 જુલાઈ 2024 અને શનિવારે સાંજે 5 કલાક અને 59 મિનિટથી શરૂ થશે. જેનું સમાપન 21 જુલાઈ અને રવિવારે 3 ત્રણ કલાક અને 46 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર ગુરુપૂર્ણિમાની ઉજવણી 21 જુલાઈએ કરવામાં આવશે અને આ દિવસે જ ગુરુ પર્વ મનાવવા છે.
આ પણ વાંચો: Weekly Horoscope: કર્ક અને મિથુન રાશિ માટે આ અઠવાડિયું ભાગ્યશાળી, સાપ્તાહિક રાશિફળ
પૂર્ણિમાના ધન પ્રાપ્તિના અચૂક ઉપાયો
1. પૂનમના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરી શકાય છે. તેના માટે પૂનમની રાત્રે મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજામાં 11 અથવા 21 કોડીને લાલ કપડામાં બાંધીને લક્ષ્મીજીને અર્પણ કરો. પૂજા પછી આ પોટલીને તિજોરીમાં રાખી દો. ઘરમાં ધનની આવક વધવા લાગશે.
2. માનસિક શાંતિ માટે પૂનમની રાત્રે ચંદ્ર ઉગે પછી ચંદ્રને જળ અર્પણ કરવું જોઈએ. તેના માટે તાંબાના લોટામાં શુદ્ધ પાણી, દૂધ, સફેદ ફૂલ અને ચોખા ઉમેરવા અને પછી ચંદ્રદેવના મંત્રોનો જાપ કરીને જળ અર્પણ કરો. આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે અને અજાણ્યા ભયથી મુક્તિ મળે છે.
આ પણ વાંચો: Surya Gochar 2024: 16 જુલાઈથી આ લોકોના ઘરમાં વધશે ધનની આવક, 5 રાશિ માટે 30 દિવસ શુભ
3. જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવી રહી હોય કે દાંપત્યજીવનમાં તકલીફો હોય તો પૂનમના દિવસે વડના ઝાડમાં સાત વખત લાલ દોરો બાંધી પ્રદક્ષિણા કરો. ત્યારબાદ તેમાં દૂધ અર્પણ કરો. પછી વડલાના એક પાનમાં ઇચ્છિત વર માટે કામના કરો અથવા તો વૈવાહિક જીવનના સુખ માટે કામના કરો. આ પાનને ઘરે લાવી પોતાના રૂમમાં રાખી દો. તુરંત જ લગ્ન સંબંધિત બાધાઓ દૂર થઈ જશે.
4. અષાઢ મહિનાની પૂનમના દિવસે ચોખાની ખીર બનાવી માતાજીને ધરી આ પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી પણ ચંદ્ર મજબૂત થાય છે.
આ પણ વાંચો: ભાગ્યશાળી સ્ત્રીના જ પગમાં હોય આ 3 રેખા, લગ્ન પછી પતિને પણ કરી દે છે માલામાલ
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)