નોકરીયાત હોય કે પછી વેપાર ધંધા કરતા હોય એ દરેકની એક ઈચ્છા હોય છે કે પોતાનું ઘર તો બનાવવું જ જોઈએ. આ માટે તનતોડ મહેનત પણ કરે છે. પરંતુ આમ છતાં આ સપનું અધૂરું રહી જાય છે. લોકોએ મજબૂરીમાં ભાડાના ઘરમાં રહેવું પડે છે. શહેરોમાં મોટી ઈમારતો વચ્ચે તમને એવા લોકો જોવા મળશે જે ભાડાના ઘરમાં રહેતા હોય. સારું એવું ભાડું ચૂકવે પરંતુ પોતાનું ઘર બનાવી શકે નહીં. આ માટે પણ અનેક સમસ્યા કારણભૂત બનતી હોય છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો તેનું એક કારણ કુંડળીમાં દોષ બની શકે છે. દોષના પગલે વ્યક્તિ ખુબ પૈસા હોવા છતાં જીવનભર ઘર બનાવી શકતો નથી. આ સપનું પૂરું કરવામાં અડચો આવતી જ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ તમારું ઘરનું ઘર બનાવવા માંગતા હોવ અને અડચણો આવતી હોય તો પરેશાન થવાની જરૂર નથી. જ્યોતિષાચાર્ય મોજુમદાર  કહે છે કે આ ઉપાય અજમાવવાથી તમારી ઘરની ઈચ્છા પૂર્ણ થઈ શકશે. જાણો મદદરૂપ થઈ શકે તેવા 5 ઉપાય. જેને અજમાવવાથી તમારી ઘરના ઘરની ઈચ્છા પૂરી થઈ શકશે. 


ઘર બનાવવા માટે અજમાવો આ ટોટકા
જ્યોતિષલાલ કિતાબ મુજબ ઘર બનાવવામાં આવતી બાધાઓને દૂર કરવા માટે લાલ રંગના કપડાંમાં 6 ચપટી કંકુ, 6 લવિંગ, 6 કોડીઓ, 9 બિંદી અને 9 મુઠ્ઠી માટી લઈને એક પોટલી  બનાવી દો. ત્યારબાદ પોટલી કોઈ નદીમાં વહાવી દો. આ ટોટકાથી ઘર બનાવવામાં આવી રહેલી બાધાઓ દૂર થઈ જશે. 


લીમડાની લાકડીનું ઘર
જ્યોતિષ શાસ્ત્ર મજુબ જો તમે ભાડાના ઘરમાં રહેતા હોવ  અને પોતાનું ઘર બનાવવા ઈચ્છતા હોવ તો એક ઉપાય અજમાવી શકો છો. આ ઉપાય તમારા ઘરના સપનાને પૂરું કરવામાં આવી રહેલી અડચણો દૂર કરશે. આ માટે લીમડાની લાકડીથી ઘર બનાવીને આજુબાજુના કોઈ મંદિરમાં રાખી દો. તેને તમે કોઈ નાના કે ગરીબ બાળકને દાન કરી શકો છો. તેનાથી તમારું ઘર બનાવવામાં આવી રહેલી અડચણો અને દોષ દૂર થઈ જશે. ઘરનું સપનું પૂરું થઈ જશે. 


ભગવાન ગણેશની પૂજા
તમારું ઘરનું સપનું પૂરૂ કરવામાં જો મુશ્કેલી પડતી હોય તો નિયમિત રીતે ભગવાન ગણેશજીની સામે લાલ રંગના ફૂલ અર્પણ કરો. બુધવારે ઉપવાસ રાખો અને  ભગવાન સામે તમારી મનોકામના રજૂ કરો. તેનાથી ઘર બનાવવામાં આવી રહેલી અડચણો દૂર થઈ જશે. 


ગોળ અને ઘઉ અર્પણ કરો
તમે તમારું ઘર બનાવવા માંગતા હોવ તો તેના માટે પૈસાથી લઈને બધી ચીજો ઉપલબ્ધ છે. આમ છતાં કોઈને કોઈ વિધ્ન આવતું હોય તો જ્યોતિષે જણાવેલા ઉપાય અજમાવી શકો છો. તમારા સપનાનું ઘર પૂર્ણ કરવા માટે પાંચ મંગળવાર ભગવાન શ્રી ગણેશજીના મંદિર જાઓ, અહીં ભગવાનને ગોળ અને ઘઉ અર્પણ કરો. આ સાથે જ ભગવાન સામે તમારી મનોકામના રજૂ કરો. તેનાથી ઘર ખરીદવામાં આવતી બાધાઓ દૂર થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube