Agarbatti: સનાતન ધર્મમાં ભગવાનની પૂજાનું વિશેષ મહત્વ જણાવાયું છે. શ્રદ્ધાળુ લોકો સવારે અને સાંજે ઘર તેમજ કાર્ય સ્થળ પર પૂજા કરે છે. પૂજામાં લોકો અગરબત્તી પણ કરતા હોય છે. પરંતુ પૂજામાં અગરબત્તી કરવી કે નહીં અને કેટલી કરવી તેને લઈને અલગ અલગ મત હોય છે. ઘણા લોકો પૂજા દરમિયાન અગરબત્તી કરતા નથી. તો ઘણા લોકો પૂજામાં બે અગરબત્તી કરવાને યોગ્ય માને છે. તો ઘણા લોકો એક સાથે પાંચ અગરબત્તી કરતા હોય છે. આજે તમને અગરબત્તી સંબંધિત કેટલાક નિયમો વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ


પૂજામાં કેટલી અગરબત્તી કરવી ? 


નિયમ અનુસાર પૂજામાં જો અગરબત્તી કરવી હોય તો હંમેશા બે અગરબત્તી કરવી શુભ ગણાય છે. આમ કરવાથી દેવી-દેવતા પ્રસન્ન રહે છે અને પરિવાર પર કૃપા વરસતી રહે છે. જો ઘર કે કાર્ય સ્થળ પર ધાર્મિક કાર્યક્રમ કે યજ્ઞ હોય તો ચાર અગરબત્તી કરવી જોઈએ. તેનાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.


આ પણ વાંચો: Jyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળ


અગરબત્તી કરવાના નિયમ 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજાપાઠ દરમ્યાન અગરબત્તી કરવાની હોય તો એવી અગરબત્તી કરવી જે તૂટેલી ન હોય. સાથે જ સુગંધ વિનાની અગરબત્તી કરવી નહીં. અગરબત્તી કર્યા પછી તેને ફૂંક મારીને ઠારવી નહીં. 


આ પણ વાંચો: Weekly Horoscope: 12 રાશિઓ માટે કેવું હશે નવું સપ્તાહ ? વાંચો સાપ્તાહિક રાશિફળ


જોકે ઘણા લોકો પૂજામાં અગરબત્તી કરવાને અશુભ ગણે છે. આવું એટલા માટે કે શાસ્ત્રોમાં વાંસ કે વાસ નથી બનેલી વસ્તુને સળગાવવાની મનાઈ કરવામાં આવી છે. વાસ નો ઉપયોગ ફક્ત અર્થમાં કરવામાં આવે છે. જો અગરબત્તી બનાવવામાં વાંસ નો ઉપયોગ થયો હોય તો તેને કરવી અશુભ છે. જો અગરબત્તી વાંસથી બનેલી ન હોય તો તેને કરવામાં કોઈ નુકસાન નથી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)