Astro Totke: કામમાં મહેનત કરો છો છતાં બોસે અટકાવ્યું છે પ્રમોશન? તો આજે જ કરી લો આ ઉપાય, જોવા મળશે ચમત્કાર
Astro Totke: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેને મહેનત કર્યા પછી પણ ઇચ્છિત સફળતા મળતી નથી. આવી સ્થિતિમાં તેણે દોડધામ વધારે કરવી પડે છે અને તેના મનમાં નકારાત્મક વિચાર પણ વધારે આવે છે. આવા લોકોનું મન પણ અશાંત રહેતું હોય છે.
Astro Totke: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને મહેનતનું ફળ પૂરેપૂરું મળે. ખાસ કરીને જે લોકો નોકરી કરતા હોય તેમની ઈચ્છા હોય કે તેમની મહેનતને ધ્યાનમાં રાખીને તેને થોડા થોડા સમયે પ્રમોશન મળતું રહે. જ્યારે નોકરીમાં વર્ષો વીતી જાય પરંતુ તેમ છતાં પ્રમોશન ન મળે તો વ્યક્તિ નિરાશ થઈ જાય છે અને તેનો આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં આ સ્થિતિ ચંદ્રના કારણે સર્જાતી હોવાનું કહેવાયું છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેને મહેનત કર્યા પછી પણ ઇચ્છિત સફળતા મળતી નથી. આવી સ્થિતિમાં તેણે દોડધામ વધારે કરવી પડે છે અને તેના મનમાં નકારાત્મક વિચાર પણ વધારે આવે છે. આવા લોકોનું મન પણ અશાંત રહેતું હોય છે. જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તેણે ચંદ્રને મજબૂત કરવા માટે આ ઉપાય કરવા જોઈએ.
નોકરીમાં પ્રમોશન માટેના ઉપાય
આ પણ વાંચો: બુધાદિત્ય રાજયોગ ફળશે આ 4 રાશિઓને, ભાગ્યનો મળશે સાથ, ચારેતરફથી થશે ધન લાભ
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિનું મન પરેશાન રહેતું હોય તેણે ઘરમાં ભગવાન શિવની એવી તસવીર લગાડવી જેના માથા પર ચંદ્ર હોય. આ તસવીરની નિયમિત પૂજા કરવી. આ સિવાય શિવ મંદિરમાં જઈને પૂજા કરવી અને રુદ્રાક્ષની માળાથી પંચાક્ષરી મંત્રનો જાપ કરવો.
- કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કોઈ જાતકની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તેને દૂધ અને પાણીનો વ્યય ન કરવો જોઈએ તેનાથી તેને નુકસાન થાય છે. આ સિવાય સોમવારના દિવસે કોઈ ગરીબ કે અસહય વ્યક્તિને દૂધનું દાન કરવું. આમ કરવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે અને વ્યક્તિને નોકરી અને વેપારમાં સફળતા મળે છે.
આ પણ વાંચો: શુક્રનું નક્ષત્ર પરિવર્તન ફળશે આ 3 રાશિઓને, દરેક કાર્ય થશે સફળ, ભાગ્યનો મળશે સાથ
- કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તો માનસિક સ્ટ્રેસ વધારે રહે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ નકારાત્મકતા વિશે વધારે વિચારે છે. આવા વિચારોને ટાળવા માટે રોજ ચાંદીના એક ગ્લાસમાં પાણી ભરી રાત્રે રાખી દેવું. સવારે સૌથી પહેલા આ પાણી પી લેવો તેનાથી ચંદ્ર મજબૂત થાય છે.
- કુંડળીમાં ચંદ્ર ને મજબૂત કરવા માટે પૂનમના દિવસે વ્રત કરવું. સાથે જ ચંદ્રોદય થાય ત્યારે ખીર બનાવી ચંદ્રના પ્રકાશમાં તેને રાખી દેવી. બીજા દિવસે સવારે સ્નાન કરીને આ ખીર ખાવી. થોડા જ દિવસોમાં તમને માનસિક શાંતિનો અનુભવ થવા લાગશે.
આ પણ વાંચો: Brahma Muhurta: બ્રહ્મ મુહૂર્તમાં આવે આવા સપના તો ઘરમાં થાય છે ધનના ઢગલા
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)