Shani Jayanti 2023: શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ઉપર શનિદેવની કૃપાદ્રષ્ટિ હોય તે રંકમાંથી રાજા બની જાય છે. પરંતુ જે વ્યક્તિ ઉપર તેમની વક્ર દ્રષ્ટિ પડે છે તે રાતોરાત ફકીર પણ બની શકે છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય તેને જીવનમાં અનેક પ્રકારની પીડા સહન કરવી પડે છે. આવી સ્થિતિમાં શનિ જયંતી પર કેટલાક ઉપાય કરવાથી શનિદોષથી મુક્તિ મેળવી શકાય છે. આ વર્ષે શની જયંતિ 19 મે 2023 ના દિવસે ઉજવાશે. જે લોકોની કુંડલીમાં દોષ હોય તેમણે આ દિવસે શનિ પૂજા સંબંધિત કેટલાક અચૂક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિદોષનું નિવારણ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ જયંતિના ઉપાય


1. જો કુંડળીમાં શનિદોષ હોય અને તેના કારણે જીવનમાં સમસ્યાઓ આવતી હોય તો આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતીના દિવસે સવારે કપડાં સહિત સ્નાન કરી ભીના કપડામાં જ એક વાટકીમાં સરસવનું તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોવો. ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરી અને શનિ મંદિરમાં જઈને ચહેરો જોયો હોય તે તેલને શ્રદ્ધાથી શનિ ભગવાનને ચડાવવું. સાથે જ ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો.


2. શનિ જયંતિના દિવસે અન્ય કોઈ કાર્ય થઈ શકે નહીં તો પણ શનિ મંદિરમાં જઈને શનિદેવના દર્શન જરૂરથી કરવા અને શનિદોષથી મુક્તિ મેળવવાની પ્રાર્થના કરવી. શ્રદ્ધાથી કરેલી પૂજા અને દર્શન તુરંત ફળ આપે છે. 


3. જો કુંડળીમાં શનિદોષ હોય તો ઉપરોક્ત ઉપાય કરવા ઉપરાંત કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું. જેમકે શનિવારના દિવસે જોતા અને ચપ્પલની ખરીદી કરવી નહીં. આ દિવસે લોઢાની કોઈ વસ્તુ પણ ખરીદવી નહીં.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)