Astro Tips: સનાતન પરંપરામાં ઈશ્વરની રોજની પૂજા નું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં અલગ અલગ દેવી-દેવતાઓની પૂજા નું વિધાન છે પરંતુ બધા જ દેવની પૂજામાં એક વસ્તુ એક સમાન હોય છે. તે છે દીવો કરવો. કોઈપણ ભગવાનની પૂજા કરવી હોય તો દીવો પ્રજવલિત કરવો જરૂરી છે. માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાંથી અંધકાર દૂર થાય છે. આજે તમને દેવી-દેવતાઓની પૂજામાં કરવામાં આવતા દિવસ સાથે સંબંધિત કેટલાક નિયમ અને ઉપાય જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીવા સાથે સંબંધિત અચૂક ઉપાય


આ પણ વાંચો:


2 મેથી આ 4 રાશિના લોકોને છે મોજ જ મોજ... શુક્ર ગ્રહ થશે મહેરબાન


શુક્રવારે કરેલા આ 5 સરળ કામ માતા લક્ષ્મીને કરે છે પ્રસન્ન, ઘરમાં વધે છે સુખ-સમૃદ્ધિ


Badrinath Dham: બદ્રીનાથ ધામના આ રહસ્યો વિશે નહીં જાણ્યું હોય આજ સુધી


- જો તમે જીવનમાં આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છો તો નિયમિત રીતે માતા લક્ષ્મીની વિધિ વિધાન થી પૂજા કરવી અને સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો કરવો.


- જો તમારી કુંડળીમાં કોઈપણ પ્રકારનો ગ્રહ દોષ હોય તો રોજ લોટમાંથી બનેલા ચાર મુખી દીવાને તેલથી પ્રજવલિત કરવો. તેનાથી ગ્રહદોષથી મુક્તિ મળે છે.


- જો ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા હોય અને નેગેટિવ એનર્જી હોય તો ઘરના મુખ્ય દરવાજા ની બંને તરફ દીવા કરવા જોઈએ. આ દીવા શુદ્ધ ઘી થી કરવા.


- ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે જ્યારે દીવો કરો તો ધ્યાન રાખો કે દીવાની વાટ પૂર્વ દિશા તરફ હોય. દીવાની વાત પશ્ચિમ દિશા તરફ ન હોવી જોઈએ. 


- પૂજા કરતી વખતે આ વાતનું પણ ધ્યાન રાખવું કે દીવો ક્યારેય ઉપયોગમાં લીધેલા કોડિયામાં ન કરવો. માટીના કોડિયાનો એકવાર ઉપયોગ થાય પછી બીજી વખત તેનો ઉપયોગમાં લેવો નહીં.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)