Vastu Shastra for Money: આર્થિક તંગીથી છૂટકારો મેળવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે કારગર છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમા શુભ માનવામાં આવેલી કેટલીક વિશેષ વસ્તુઓ રાખવામાં આવે તો વાસ્તુ દોષ દૂર થાય છે અને આ સાથે ધનનું પણ આગમન થવાના નવા રસ્તા બને છે.  વાસ્તુમાં એવી પાંચ વસ્તુઓ જણાવવામાં આવી છે જેને ઘરમાં લાવાથી માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા થાય છે. જાણો આ વસ્તુઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિક્કા
માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે તમારી તિજોરી કે પર્સમાં 3 સિક્કા રાખો. ઘરના મંદિરમાં લાલ રિબિનથી 3 સિક્કા બાંધીને લટકાવી શકો છો. આમ કરવાથી ભાગ્ય ઉઘડે છે અને દરેક પરેશાનીઓથી  છૂટકારો મળે છે. 


માછલીની મૂર્તિ
વાસ્તુ શાસ્ત્રમાં માછલીની ચાંદીની પ્રતિમા બનાવીને ઘરમાં રાખવું શુભ ગણવામાં આવે છે. તેનાથી સુખ સમૃદ્ધિ, ધન અને સારું સ્વાસ્થ્ય મળે છે. ઘરમાં માછલીની ચાંદીની પ્રતિમા રાખવાથી ઘરમાં શાંતિ અને ખુશહાલી વધે છે. તમે ઈચ્છો તો દીવાલ પર માછલીના જોડાની પેઈન્ટિંગ પણ રાખી શકો છો. 


મંગળ કલશ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઈશાન ખુણામાં અષ્ટદળ કમલ બનાવીને મંગળ કલશ સ્થાપિત કરવાથી ધન વૈભવ આવે છે. તેના માટે કલશમાં જળ ભરીને તેમાં તાંબાના સિક્કા નાખી દો. હવે તેના પર નારિયેળના પાંદડા નાખીને તેના મુખ પર નારિયેળ રાખો. આ ઉપયોગી  ઉપાય છે. 


લક્ષ્મીમાતાનું પ્રતિક કોડીઓ
માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સફેદ કોડીઓનો ઉપયોગ કરો. તેને હળદરમાં ઘોળીને કે કેસરમાં પલાળીને સુકાવી લો. જ્યારે આ કોડીઓનો રંગ પીળો થઈ જાય તો તેને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખી લો. શાસ્ત્રો મુજબ પીળી કોડી માતા લક્ષ્મીનું પ્રતિક હોય છે. ઘરમાં આ પ્રકારની કોડીઓ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે. 


ગણેશ-લક્ષ્મીની મૂર્તિ
ઘરમાં ધનનો પ્રવાહ વધારવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ પૂજાઘરમાં રાખવી જોઈએ. આ ત્રણેય દેવોની રોજ વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં ખુશહાલી આવે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube