Raviwar Upay: જો તમે આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છો? તો આજે જ કરો આ 3 ચમત્કારી ઉપાય
Raviwar Upay: જીવનમાં અઢળક સંપત્તિ ઈચ્છતા હોવ તો આજે જ આ 3 ખાસ ઉપાય કરો. આ ઉપાયોથી સૂર્યદેવ પ્રસન્ન થશે અને તમારું જીવન બદલાઈ જશે..
Raviwar Totka: સનાતન ધર્મમાં, દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત માનવામાં આવે છે. રવિવારને ગ્રહોના રાજા સૂર્ય ભગવાનને સમર્પિત માનવામાં આવે છે. આમ તો દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા બાદ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમે રવિવારે વહેલી સવારે ઉઠીને સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો તો તમને વિશેષ શુભ ફળ મળે છે. જ્યોતિષીઓના મતે રવિવારના દિવસે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવા સિવાય જો તમે અન્ય 3 ઉપાય કરો તો તમારા જીવનમાં ખુશીઓ ફેલાતા વધારે સમય નહીં લાગે અને ધન આપોઆપ તમારી તરફ ખેંચાશે.
રવિવારના ઉપાય
પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવો
જો તમે તમારા સુતેલા ભાગ્યને જગાડવા માંગતા હોવ તો રવિવારે પીપળના ઝાડ નીચે લોટનો ચારમુખી દીવો પ્રગટાવો જોઈએ. તે દીવામાં સરસવનું તેલ ભરવું જોઈએ. આવું કરવાથી શુભ લાભ મળે છે. તેની સાથે એક મોટા વડના ઝાડ પાસે જાઓ અને પાંદડુ લઈને તેના પર તમારી ઈચ્છાઓ લખો. વહેતા પાણીમાં તે પાંદડાને વહેવડાવવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
આ પણ વાંયો:
18 લાખથી વધુ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું ઉજ્જૈન, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
ગૌતમ અદાણી પડતા-પડતાં 25માં નંબરે પહોંચ્યા, જાણો હવે તેમની નેટવર્થ કેટલી છે?
UPIથી પેમેન્ટ કરવાનો બદલાઈ ગયો પ્રકાર, દરેક વખતે PIN નાંખવાની ઝંઝટ પૂરી
બાવળના ઝાડને દૂધ ચઢાવો
જ્યોતિષના મતે જીવનમાં ધન અને સમૃદ્ધિ મેળવવા માટે રવિવારના દિવસે દૂધનો ઉપાય કરવો જોઈએ. આ માટે રવિવારે દિવસ દરમિયાન સૂર્યદેવની પૂજા કરો અને તેમના મંત્રોનો જાપ કરો. રાત્રે એક ગ્લાસ દૂધ માથા પાસે રાખીને સૂઈ જાઓ. બીજા દિવસે એટલે કે સોમવારે સવારે ઉઠીને તે દૂધ બાવળના ઝાડના મૂળમાં નાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ધનનું આગમન ઝડપથી થાય છે.
રવિવારે સાવરણી ખરીદો
શાસ્ત્રોમાં રવિવારના દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. તમે રવિવારે 3 સાવરણી ખરીદો અને ઘરે લાવો. બીજા દિવસે, સોમવારે, તે ત્રણ ઝાડુ તમારી નજીકના મંદિરમાં દાન કરો. કહેવાય છે કે આ ઉપાયથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. વ્યક્તિના જીવનમાં વાહન અને મિલકત આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંયો:
mPassport Police એપ થઈ લોન્ચ, પાસપોર્ટ બનાવવા માટે હવે ભાગદોડ નહીં કરવી પડે
તમારી આ ભૂલોના કારણે ગાડીની બ્રેકનું પેડ સમય પહેલાં થઈ શકે છે ખરાબ
VIDEO: આઉટ થતા ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, ડ્રેસિંગ રૂમમાં જઈને સંભળાવી ખરી-ખોટી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube