Astro Upay: ધન કમાવા માટે દરેક વ્યક્તિ રોજ મહેનત કરે છે. ધન એવી વસ્તુ છે જેને સાચવીને રાખવાનો જેટલો પ્રયત્ન કરો એટલો જ ખર્ચ વધતો જાય અને ધન ઘટતું જાય. કેટલાક લોકોની હાલત તો એવી હોય છે કે દિવસ-રાત મહેનત કરીને કમાયેલું ધન પણ સાથ નથી આપતું. ઘણા લોકો પરિવારની જરૂરિયાત પુરી કરી શકે એટલું ધન પણ કમાઈ શકતા નથી. આવા લોકો જ્યોતિષશાસ્ત્રની મદદ લઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શનિ કૃપાથી સોનાની જેમ ચમકશે 3 રાશિવાળાનું ભાગ્ય, બગડતા કામ બનવા લાગશે, થશે ધનલાભ


પૂજા-પાઠમાં ઉપયોગમાં આવતું કપૂર ઘરમાં સુખ શાંતિની સાથે ધનની આવક પણ વધારે છે. કપૂરના કેટલાક જ્યોતિષી ઉપાય પણ જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિને રાતોરાત અમીર બનાવી શકે છે. આ ઉપાયો ધન સંબંધિત સમસ્યા દૂર કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ આ ઉપાયો વિશે 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં બરકત વધારવી હોય તો ઘરની 3 જગ્યા એવી છે જ્યાં કપૂર રાખી દેવું જોઈએ. આ ત્રણ જગ્યાએ કપૂર રાખવાથી ઘરમાં ધનના આગમનના રસ્તા ખુલી જાય છે. 


આ પણ વાંચો: બુધની વક્રી ચાલથી 4 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરુ, આ રાશિના લોકો દિવસ-રાત ગણશે રુપિયા


ઘરનું મંદિર 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કપૂરનો ટુકડો હંમેશા રાખવો જોઈએ. આ જગ્યાએ કપૂર રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર આખા ઘરમાં થાય છે. ઘરમાં જો સકારાત્મક ઊર્જા વધે તો ધનની આવક પણ વધે છે. 


તિજોરીમાં 


કપૂરનો એક ટુકડો તિજોરીમાં પણ રાખવો જોઈએ. ખાસ કરીને જે લોકો ધનની સમસ્યાથી પરેશાન હોય તેમણે કપુર તિજોરીમાં મૂકવું જોઈએ. તિજોરીમાં કપૂર રાખવાથી વ્યર્થ ખર્ચ નહીં થાય. અને ધીરે ધીરે આર્થિક સ્થિતિ સુધરવા લાગશે. 


આ પણ વાંચો: Trigrahi Yog: આગામી 100 દિવસ 5 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, શનિ સહિત 3 ગ્રહ મહેરબાન


મુખ્ય દરવાજો 


ઘરના મુખ્ય દરવાજા પર પણ કપૂર રાખવું જોઈએ. ઘરના મુખ્ય દરવાજામાંથી જ ધનના દેવી માં લક્ષ્મીનું આગમન થાય છે. આ જગ્યાએ કપૂર રાખવાથી ઘરમાં પોઝિટિવ રહે છે અને માતા લક્ષ્મીનું આગમન પણ થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)