Horoscope Prediction 2025 : દિવાળી પૂરી થતાં જ નવા વર્ષની રાહ જોવાની શરૂ થઈ જાય છે. જ્યોતિષ અનુસાર વર્ષ 2025માં શનિ, ગુરુ, રહું-કેતુ ગોચર કરશે. આની અસર દરેક રાશિઓ પર થશે. ત્યારે 5 રાશિ એવી છે કે જેની માટે વર્ષ 2025 સૌથી વધારે ભાગ્યશાળી રહી શકે છે. હાલ ભલે વર્ષ 2024 ચાલી રહ્યું હોય પરંતુ 2025ના આગમનની હવે તૈયારીઓ થઈ રહી છે. ત્યારે આગામી વર્ષ કોની ફેવરમાં રહેશે? કઈ રાશિઓનો આવતા વર્ષે ભાગ્યોદય એ જાણવા જેવું છે. જાણો લાલ કિતાબથી લઈને જ્યોતિષ શાસ્ત્ર સુધી કોનું છે શું મંતવ્ય...ગ્રહોની ચાલ અને લાલ કિતાબ મુજબ કઈ કઈ રાશિના જાતકોના જીવનમાં આ વર્ષે થશે જમાવટ. કયા જાતકોને થઈ અણધાર્યો ફાયદો...જાણો વિગતવાર માહિતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2025 માટે લાલ કિતાબમાં ઘણી આગાહીઓ કરવામાં આવી છે. લાલ કિતાબની વર્ષ 2025ની કુંડળી અનુસાર આવનારું વર્ષ વૃષભ અને સિંહ સહિત 5 રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે. કરિયર, પરિવાર અને સ્વાસ્થ્ય દરેક મોરચે ભાગ્ય તમારો સાથ આપશે. આ 5 રાશિઓની આવક બમણી થશે. તો ચાલો જાણીએ કે વર્ષ 2025 ની ભાગ્યશાળી રાશિઓ કઈ છે.


લાલ કિતાબમાં વર્ષ 2025 માટે તમામ રાશિઓની કુંડળી આપવામાં આવી છે. લાલ કિતાબની આગાહી અનુસાર, વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે ખાસ ફળદાયી રહેવાનું છે. વર્ષ 2025 વૃષભ અને સિંહ સહિત અનેક રાશિઓ માટે વરદાનથી ઓછું સાબિત થશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તેમને અનેક ગણો વધુ નફો પણ મળશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ લાલ કિતાબની કુંડળી અનુસાર, જે વર્ષ 2025ની ભાગ્યશાળી રાશિઓ છે.


1. વૃશ્ચિક-
વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2025 ખૂબ સારું રહેશે. વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવશે. નોકરીમાં સારો સમય જશે. તમારી આવક વધશે, દેવામાંથી છૂટકારો મળશે. વેપારીઓના પ્રયત્નો સફળ રહેશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ મજબૂત બનશે.


2. વૃષભ-
આ રાશિના જાતકો માટે વર્ષ 2025 ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આ સમય દરમિયાન કરીયરમાં પ્રગતિ થશે. મનપસંદ નોકરી મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. વેપારીઓ માટે 2025 ફાયદાકારક સાબિત થશે. લગ્ન વિનાના લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.


3. તુલા-
તુલા રાશિના લોકોના ઘણા સપના વર્ષ 2025માં પૂરા થશે. પ્રોફેશનલ લાઈફમાં તમારા સપના પૂરા થશે. નવા અધિકાર મળશે. નોકરીમાં સારી પોસ્ટ મળશે. આવકમાં વધારો થશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પર્સનલ લાઈફમાં પણ પ્રેમ અને ખુશી મળશે.


4. કન્યા-
વર્ષ 2025માં કન્યા રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સહયોગ મળશે. જે કામ શરૂ કરશે તે પૂરું થશે. સારી પ્રગતિ થશે. નવી તકો મળશે. સરકારી નોકરીનું સપનું પૂરું થશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે.


5. સિંહ-
સિંહ રાશિના લોકો માટે નવું વર્ષ રાહત અપાવશે. કરિયરમાં આવતી અડચણો પૂરી થશે, આ સાથે ધંધો કરતા લોકો માટે 2025 ખૂબ સારું રહેશે, ધંધો વિદેશ સુધી ફેલાશે. મોટા ઓર્ડર મળશે. જોકે પર્સનલ લાઈફમાં થોડી સમસ્યા થઈ શકે છે, અને તે પણ સ્વભાવમાં વિનમ્રતા રાખવાથી દૂર થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)