ઝી બ્યૂરો, અમદાવાદઃ  ગરોળી મોટાભાગના બધાના ઘરે રહેતી જ હોય છે. તે શિયાળા કરતા ઉનાળામાં વધુ દેખાતી હોય છે, કારણકે ગરમીના વાતાવરણમાં તે ઠંડી શોધતી હોય છે. જોકે કેટલાક લોકો ગરોળીને જોઇને ડરી જતા હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે ગરોળી તેમના માટે કેટલી શુભ હોય છે. શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાંથી ગરોળીને ભગાડતા પહેલાં જાણી લેજો આ એક વાત..નહીં તો થઈ જશે મોટું નુકસાન...આમ તો ગરોળી દેખતા જ ઘણા લોકો ડરવા લાગે છે, તેને ઘરમાંથી ભગાવવાના પ્રયત્નો કરતા રહે છે, તેના માટે અલગ અલગ દવાઓ અને પાઉડર છાંટતા હોય છે. ગરોળીને ભગાડવા માટે લોકો જાત જાતના કિમિયા કરે છે. શું તમે આવું કંઈક કરો છો? શું તમે પણ ઘરમાં ગરોળી જોઈને ડરી જાઓ છો?


જો કે તમે પણ તે બાબતનું ચોક્કસથી ધ્યાન રાખજો અને નોંધ કરજો કે જયારે તમારા ઘરમાં ગરોળી રહેતી હોય ત્યારે તમને ધન સબંધિત કોઈ તકલીફ નહીં પડે તેમજ ઘરમાં પૈસાની કમી પણ જોવા નહી મળે, તેથી ઘરમાંથી ગરોળીને ભગાડતા પહેલા આ વિચાર કરી લેજો. કારણકે, ધાર્મિક માન્યતા મુજબ ગરોળી લક્ષ્મીજીની નજીક ગણાય છે. જે ઘરમાં ગરોળી રહેતી હોય છે તે ઘરમાં લક્ષ્મીના આશીર્વાદ રહેતા હોય છે.


ગરોળી દેખાય તો શેનો હોય છે સંકેત?


જો બે ગરોળી લડતા દેખાય તો...
જો ગરોળી એક બીજાની વચ્ચે લળતી જોવા મળે છે, તો આ કોઈ લડાઈ થવાના સંકેત આપે છે.


જો ગરોળી વિખુટી પડી હોય તો...
જો ગરોળી એકબીજાથી અલગ થઈ ગઈ હોય તો તમે તમારા પ્રિયજનથી અલગ થઈ શકો છો. 


જમતી વખતે ગરોળી દેખાય તો...
શુકન શાસ્ત્ર મુજબ, જો તમે દિવસ દરમિયાન જમતી વખતે ગરોળી જુવો છો તો જલ્દીથી તમને કોઈ સારા સમાચાર મળશે અથવા તમને કોઈ શુભ પરિણામ મળી શકે છે. 


ગરોળી એકબીજાની નજીક હોય તો...
જો તમે ગરોળીને વાતચીત એટલે કે અવાજ કરતા જુવો છો, તો પછી તમે કોઈ જૂના મિત્રને મળી શકે છે. 


અહીં થાય છે ગરોળીની પૂજાઃ
ગરોળીની તો ભારતના કેટલાક મંદિરોમાં પૂજા પણ કરવામાં આવે છે. આવું જ એક મંદિર શ્રી રંગમ રંગનાથ સ્વામી મંદિર છે, જ્યાં દિવાલો પર ગરોળીનાં ફોટો બનાવવામાં આવેલા છે. તેવું માનવામાં આવે છે કે તે ગરોળીને જોવા માત્રથી ભગવાનના દર્શન કરવા કરતાં બે ગણો લાભ પ્રાપ્ત થાય છે. દરેકના ઘરોમાં જોવા મળતી આ ગરોળી આપણને ભવિષ્યની ઘણી ઘટનાઓ વિશે સંકેત આપતી હોય છે.


ગરોળી પર કંકુ-ચોખા નાંખવાથી થાય છે લાભ:
આ ઉપાય કરવા માટે તમારે જ્યારે તમારા ઘરની દિવાલ પર ગરોળી દેખાય છે તો દૂરથી ગરોળી પર કંકુ- ચોખા નાખવા જોઈએ. આ ઉપાય કરતી વખતે તમારે જે તમારી મનોકામના હોય તે બોલી દેવી. શાસ્ત્રો અનુસાર ગરોળીની પર આ રીતે કંકુ- ચોખા નાખવા અથવા પૂજા કરવાથી સંપત્તિ સંબંધિત સમસ્યાઓ દૂર થતી હોય છે અને સંપત્તિ માટેના નવા માર્ગ ખુલતા હોય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)