Astrology : વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ અને નક્ષત્ર સમય-સમય પર પોતાની સ્થિતિ બદલે છે અને બ્રહ્માંડને પ્રભાવિત કરે છે. ગ્રહ ગોચર રાશિઓ માટે સકારાત્મક અને નકારાત્મક પરિણામ લાવે છે. તેનાથી વિવિધ યોગોનું નિર્માણ પણ થાય છે. તેનાથી વિવિધ યોગોનું નિર્માણ પણ થાય છે. 100 વર્ષ બાદ 4 મહા રાજયોગ બની રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર, મંગળ અને શનિના સંયોગથી બનનાર ચાર મહા રાજયોગ બુદ્ધાદિત્ય રાજયોગ, શશ મહાપુરૂષ રાજયોગ, કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને સમસપ્તક રાજયોગ છે. તેનો ફાયદો આ ત્રણ રાશિના જાતકોને મળશે. 


કુંભ રાશિ
3 રાશિઓમાં 4 રાજયોગ બનવાથી કુંભ રાશિના જાતકોને સૌથી વધુ લાભ થશે. તમારી રાશિના છઠ્ઠા ભાવમાં બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. સાથે તમારી રાશિમાં શશ રાજયોગ, સમસપ્તક રાજયોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે. તેના ફળસ્વરૂપ તમને કાયદાકીય મામલામાં જીત મળી શકે છે. આ દરમિયાન તમને અચાનક ધનલાભ થઈ શકે છે. પોતાના પારિવારિક વ્યવસાયમાં જોડાયેલા જાતકોને આ સમયમાં ભાગ્યનો સાથ મળશે. 


આ પણ વાંચોઃ આ 3 રાશિના લોકોને ભારે પડશે બુધ અને શુક્રની યુતિ, થઈ શકે છે મોટું નુકશાન!


વૃષભ રાશિ
ચાર મહા રાજયોગનું બનવું શુભ સાબિત થશે. કારણ કે સૂર્ય ગ્રહ સંપત્તિ, સુખ અને ભૌતિક સુખ-સુવિધાનો સ્વામી છે, તેથી તમારી જન્મકુંડળીના ત્રીજા ઘરમાં બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. શશ મહાપુરૂષ રાજયોગ, કેન્દ્ર ત્રિકોણ યોગ અને શુક્ર, મંગળ અને શનિના સમસપ્તક રાજયોગ બની રહ્યો છે. જેથી તમને સંપત્તિ અને વાહનની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી કરનારા જાતકો માટે સમય સારો રહેશે. આ દરમિયાન તમારા પગારમાં વધારો થઈ શકે છે. સાથે પ્રમોશન પણ મળી શકે છે.


વૃશ્ચિક રાશિ
ચાર રાજયોગોનું નિર્માણ વૃશ્ચિક રાશિના જાતકો માટે કરિયર અને વ્યાવસાયની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે, કારણ કે તમારી કુંડળીના ભાગ્ય ભાવમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સમયમાં તમારો ભાગ્યોદય અને પ્રગતિ થઈ શકે છે. પૂર્વમાં કરેલા પ્રયાસોથી તમને ફળ મળશે. આ સમયમાં તમારા સાહસમાં વધારો થશે. તમે આ દરમિયાન યાત્રા પણ કરી શકો છો. તમારૂ વ્યક્તિત્વ અને વાણી પણ સકારાત્મક રહેશે. જાતક બીજાને આકર્ષિત કરવામાં પણ સફળ થશે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખ સામાન્ય જાણકારી છે, ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે જ્યોતિષીય સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube