Pitru Dosh: ઘરમાં બને આવી ઘટના તો સમજી લેવું પિતૃ છે નારાજ, તુરંત કરવા આ ઉપાય
Pitru Dosh: જો તમારા ઘરમાં પણ આવી કોઈ ઘટનાઓ બની રહી હોય તો સમજી લેવું કે તમારા પિતૃ તમારાથી નારાજ છે. અને પિતૃદોષ દૂર કરવા માટે તુરંત જ તમારે કેટલાક ઉપાય કરી લેવાની જરૂર છે. તો ચાલો તમને જણાવીએ એવા કયા સંકેત છે જે જણાવે છે કે પિતૃઓ તમારાથી નારાજ છે.
Pitru Dosh: કહેવાય છે કે ઘરમાં જ્યારે કોઈની મૃત્યુ થાય છે તો તે પિતૃ નું સ્વરૂપ ધારણ કરે છે અને પોતાના વંશજોની રક્ષા કરે છે. પરંતુ પિતૃ પક્ષ દરમ્યાન જ્યારે તેમના વંશ જ તેમને યાદ કરતા નથી અથવા તો તેમની પૂજા કરતા નથી તો પિતૃઓ નારાજ થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પિતૃઓના રાજ થાય તે અશુભ છે. જો પિતૃ કોઈ વ્યક્તિથી નારાજ હોય તો તેને જીવનમાં કેટલાક સંકેત મળે છે.
જો તમારા ઘરમાં પણ આવી કોઈ ઘટનાઓ બની રહી હોય તો સમજી લેવું કે તમારા પિતૃ તમારાથી નારાજ છે. અને પિતૃદોષ દૂર કરવા માટે તુરંત જ તમારે કેટલાક ઉપાય કરી લેવાની જરૂર છે. તો ચાલો તમને જણાવીએ એવા કયા સંકેત છે જે જણાવે છે કે પિતૃઓ તમારાથી નારાજ છે.
આ પણ વાંચો:
8 દિવસમાં પલટી મારશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, તિજોરીમાં કરી રાખજો જગ્યા લાગશે લોટરી
7 દિવસ પછી સૂર્ય કરશે રાશિ પરિવર્તન, આ રાશિના લોકોને બેદરકારી પડશે ભારે, રહેજો સતર્ક
સિંહ રાશિમાં સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય રાજયોગ, 3 રાશિને થશે બંપર લાભ
પીપળો ઉગવો
શાસ્ત્રો અનુસાર ઘરમાં જો પીપળાનું ઝાડ ઊગી નીકળે તો તે શુભ નથી ઘરમાં પીપળો ઉગે તો સમજી લેવું કે પિતૃદોષના કારણે આ થયું છે.
કાર્યમાં બાધા
જો તમારા કાર્યમાં વારંવાર અડચણ આવતી હોય અને સફળતા પ્રાપ્ત થતી ન હોય તો સમજી લેવું કે પિતૃ નારાજ છે.
ઘરમાં કલેશ
માનવામાં આવે છે કે ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે વારંવાર લડાઈ ઝઘડા થતા હોય તો આવી સ્થિતિ પણ પિતૃદોષના કારણે સર્જાઈ હોય છે. પિતૃદોષના કારણે એકબીજાના મનમાં મતભેદ વધે છે.
લગ્નમાં બાધા
પરિવારના કોઈ વ્યક્તિની ઉંમર લગ્ન લાયક થઈ હોય પરંતુ તેના લગ્નની વાત અટકી જતી હોય તો આ પણ પિતૃદોષના કારણે થઈ શકે છે.
પિતૃદોષ દૂર કરવાના ઉપાય
જો તમારા જીવનમાં પણ આવી ઘટનાઓ બની રહી હોય તો પિતૃદોષને દૂર કરવા માટે તુરંત જ તમારે ઉપાય પણ કરી લેવા જોઈએ. સૌથી સરળ ઉપાય એ છે કે તમે ઘરમાં પિતૃઓની એવી તસવીર લગાડો જેમાં તેઓ ખુશ દેખાતા હોય. આ સિવાય આ તસવીરને દક્ષિણ પશ્ચિમ દિશામાં લગાડો તેનાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
નિયમિત પિતૃઓને પ્રણામ કરી અને તેમને ફુલ અર્પણ કરીને કામ ઉપર જવા નીકળો. આ ઉપરાંત પિતૃ પક્ષ દરમ્યાન અને તેમની વરસીનો દિવસ હોય ત્યારે ગરીબોને ભોજન જરૂરથી કરાવવું તેનાથી પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)