50 વર્ષ બાદ બની રહ્યો છે આ જબરદસ્ત શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળા તો ન્યાલ થઈ જશે, ધનના ઢગલે ઢગલા થશે
Navpancham Rajyog 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયે ગોચર કરીને શુભ કે અશુભ યોગનું નિર્માણ કરતા હોય છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડે છે. ગુરુ, સૂર્ય અને મંગળ ગ્રહ ડબલ નવપંચમ યોગ બનાવી રહ્યા છે.
Navpancham Rajyog 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયે ગોચર કરીને શુભ કે અશુભ યોગનું નિર્માણ કરતા હોય છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડે છે. ગુરુ, સૂર્ય અને મંગળ ગ્રહ ડબલ નવપંચમ યોગ બનાવી રહ્યા છે. આ યોગ લગભગ 50 વર્ષ બાદ બની રહ્યો છે. જેની અસર તમામ રાશિ પર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે કે જેમને બંપર ધનલાભ અને પ્રગતિના યોગ છે. આ સાથે જ આ લોકોને તમામ કાર્યોમાં સફળતા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મેષ રાશિ
ડબલ નવપંચમ રાજયોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિનો સ્વામી મંગળ છે અને ગુરુ મેષ રાશિમાં છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે જ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને માન સન્માનની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં પણ સામેલ થઈ શકો છો. 14 જાન્યુઆરી સુધીમાં તમને ખુશખબર પણ મળી શકે છે. આ સાથે જ તમે દેશ વિદેશના પ્રવાસે પણ જઈ શકો છો.
મિથુન રાશિ
ડબલ નવપંચમ રાજયોગ તમારા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે મંગળ તમારા રોગ અને લાભ સ્થાનનો સ્વામી હોય છે. આ સાથે જ ગુરુ ગ્રહ તમારા લાભ સ્થાન પર બિરાજમાન છે. જ્યારે સૂર્ય અને મંગળ સપ્તમ ભાવ પર બેઠા છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થશે. આ સાથે જ જો તમારું કામ કાજ વિદેશ સાથે સંકળાયેલું હોય તો તમને સારો એવો લાભ થઈ શકે છે. જો તમે ટેક્નિકલ, શિક્ષણ વિભાગ, ટીચર હોવ કે પછી તમે કોઈ સંસ્થા ચલાવતા હોવ તો આ સમય તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને જૂના રોકાણમાંથી ફાયદો થશે. પરંતુ આ સમયમાં પરિણીતોના લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.
કર્ક રાશિ
ડબલ નવપંચમ રાજયોગ તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ કર્મ ભાવ પર બિરાજમાન છે અને સૂર્ય, મંગળ છઠ્ઠા ભાવ પર છે. આથી આ સમયે તમને કોર્ટ કચેરીના કામોમાં વિજય મળી શકે છે. આ સાથે ધંધા વેપારમાં પણ સફળતા મળશે. નોકરીયાતોને ઈચ્છિત પ્રમોશન અને ટ્રાન્સફર મળી શકે છે. કરિયરના નવા માર્ગ ખુલશે. ઈચ્છાઓ પૂરી થશે. વેપારીઓને પણ આ સમય દરમિયાન સારો એવો ધનલાભ થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)