Lucky Zodiac Sign in July 2023: બે દિવસ બાદ નવો મહિનો 2023 જુલાઈ શરૂ થવા જઈ રહ્યો છે. આ સાથે જ 5 રાશિવાળાનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે. તેમની પરેશાનીઓ ખતમ થઈ જશે. એક મહિના સુધી તેમનના જીવનમાં નવી ખુશખબરીઓનું આગમન થશે. તેની શરૂઆત પહેલી જુલાઈથી શરૂ થઈ જશે. જ્યારે મંગળ ગ્રહ સિંહ  રાશિમાં ગોચર કરશે. તેમના ગોચર સાથે જ શુભ યોગ બનવાનો શરૂ થઈ જશે. ત્યારબાદ 7 જુલાઈના રોજ શુક્ર ગ્રહ સિંહ રાશિમાં અને 8 જુલાઈના રોજ બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ ત્રણ ગ્રહોનો સંયુક્ત પ્રભાવ 5 રાશિઓ પર પડશે અને તેમનું ભાગ્ય સૂરજની જેમ ચમકશે. આવો જાણીએ કઈ રાશિવાળાને ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુલાઈમાં ચમકશે આ રાશિવાળાનું ભાગ્ય


કુંભ રાશિ
જુલાઈ મહિનો આ રાશિવાળા માટે ખુબ ફાયદાકારક રહેશે. વિવિધ ગ્રહોના સંયુક્ત પ્રભાવથી તેમને  ભારે ધનલાભના યોગ બની રહ્યા છે. ખાસ કરીને સંચાર અને મીડિયા ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટી ખુશખબરી મળી શકે છે. આ રાશિના જાતકોને કૌટુંબિક અને વૈવાહિક સંબંધોમાં પણ મજબૂતી આવશે. 


સિંહ રાશિ
આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કામો જુલાઈમાં પૂરા થશે. તેમના માટે આવનારો મહિનો ખુબ શાનદાર રહેશે. પોતાની સકારાત્મક સોચના કારણે તેઓ જે પણ કામ શરૂ કરશે તેમાં ભારે ફાયદો થશે. 


મેષ રાશિ
આ રાશિના લોકોને ગ્રહોના પ્રભાવના કારણે ધન લાભ થશે અને આ સાથે જ સમાજમાં યશ કિર્તી મળે તેવા પ્રબળ યોગ છે. ઉધાર અપાયેલું ધન પાછું આવી શકે છે. પૈતૃક સંપત્તિ મળવાનો યોગ છે. રોકાણ મામલે સમજી વિચારીને નિર્ણય લેજો નહીંતો નુકસાન થઈ શકે છે. 


તુલા રાશિ
આ રાશિના જાતકોને જુલાઈમાં અનેક ખુશખબર એક સાથે મળશે. નોકરીયાતોને સારા ઈન્ક્રીમેન્ટની સાથે જ પ્રમોશન મળી શકે છે. તમે તમારી ક્રિએટિવિટીથી આવકના નવા સાધનો ઉભા કરવામાં સફળ રહેશો. પરિવાર સાથે તીર્થ યાત્રા પર જવાના સંયોગ બની શકે છે. 


વૃષભ રાશિ
આ રાશિવાલા માટે આગામી મહિનો  ખુબ સારો રહેશે. તેમને સંતાન તરફથી અભ્યાસ મામલે સંતોષ રહેશે. કારોબારનો વિસ્તાર થશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. ઘરમાં કોઈ માંગલિક કે શુભ કાર્ય થઈ શકે છે. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)