Raj Yoga: સૂર્ય એ સૂર્યમંડળનો સૌથી પ્રમુખ ગ્રહ છે જે ઉર્જા  અને પૃથ્વી પર જીવનનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત પણ છે. તે શક્તિ, સહનશક્તિ, બળ, સરકાર, પિતા, અધિકાર વગેરેનો સૂચક છે. જ્યારે બુધ એ સંચાર, બુદ્ધિ, વાણી વગેરેનો કારક ગ્રહ છે. એક 'રાજા' છે તો બીજો 'રાજકુમાર', જ્યારે આ બે શક્તિશાળી ગ્રહ એક સાથે યુતિ કરે તો બુધાદિત્ય રાજયોગ કહેવાય છે. ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને સારી સ્થિતિમાં હોવું ખુબ જરૂરી છે. બુધ સૂર્યથી અંતરમાં ખુબ નજીક છે અને આથી સામાન્ય રીતે સરળતાથી અસ્ત થઈ જાય છે. બુધ અસ્ત થાય તો પણ કેટલાકને સકારાત્મક પરિણામ મળે છે. શનિ, મંગળ, રાહુ કે કેતુ જેવા ગ્રહોનું સૂર્ય અને બુધ સાથે યુતિ હોવું એ પણ આ યોગના સારા પ્રભાવોને ઓછા કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 ઓગસ્ટના રોજ ગુરુવારે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં સૂર્ય 17 સપ્ટેમ્બર સુધી ગોચર કરશે. એટલે કે એક મહિના સુધી સૂર્ય સ્વરાશિમાં રહેશે. સૂર્યના સિંહ રાશિમાં ગોચર પછી 25 જુલાઈએ બુધ ગ્રહ પણ સૂર્યની રાશી સિંહ માં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં બુધ એક ઓક્ટોબર સુધી ગોચર કરશે. આ સમય દરમિયાન સિંહ રાશિમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે.


જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધાદિત્ય રાજયોગ એક મહિના સુધી રહેશે 


વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય અને બુધ બંને જ વૃષભ લગ્ન માટે લાભકારી ગ્રહ છે જે ક્રમશ ચોથા ઘર અને બીજા તથા પાંચમા ઘર પર શાસન કરે છે. આ યોગ વિલાસતા, માતા, સંપત્તિ, વાહન વગેરેના ચોથા ઘરમાં બનશે. તે પદોન્નતિ અને વધુ મહત્વપૂર્ણ નિયમો તથા જવાબદારીઓ સ્વરૂપમાં સફળતાની સિડી ચડશે. 


બુધ અને સૂર્ય મળીને તમને વિલાસિતા અને આરામ મેળવવામાં મદદ કરશે. જો તમે  કોઈ નવી સંપત્તિ કે વાહન ખરીદવા માંગતા હોવ તો આ સારો સમય છે. વ્યવસાયના માલિક પોતાની યોગ્યતા અને સંચાર કૌશલનો ઉપયોગ કરીને તથા વ્યવસાયથી ભારે લાભ મેળવવામાં સક્ષમ હશે. એટલે સુધી કે નિયમિત કોર્પોરેટ કર્મચારી પણ ઉચ્ચ પદ મેળવવામાં અને પોતાના માટે સારી નોકરીના તકો આકર્ષિત કરવામાં તથા નાણાકીય પ્રચુરતાનો આનંદ લેવામાં સક્ષમ હશે. 


મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે બુધ પહેલા અને ચોથા ઘરમાં બને છે તથા સૂર્ય ત્રીજા ઘરનો સ્વામી છે. આ બુધાદિત્ય રાજયોગ ત્રીજા ભાવમાં બનશે. જાતકો પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ઉચ્ચ બુદ્ધિના ધની હશે. આ યોગ જાતકોને સારા આર્થિક લાભ અને બુદ્ધિના આશીવાર્દ આપશે. આ લોકો પોતાની મહેનતથી પોતાની આજીવિકા રળશે. તેઓ સમૃદ્ધ અને ધનવાન બનશે અને કોઈ સંગઠન કે ફર્મના પ્રશાસક બની શકે છે. તેમનામાં ઉત્કૃષ્ટ સંચાર કૌશલ હશે અને એક ઠોસ વ્યવસાય ઊભો કરવા માટે જરૂરી પ્રેરક શક્તિ હશે. 


સિંહ  રાશિ
સિંહ રાશિના જાતકો માટે બુધ બીજા અને અગિયારમાં ઘરમાં શાસન કરે છે તથા સૂર્ય લગ્નનો સ્વામી બનાવે છે. પ્રથમ ભાવમાં બનનારો બુધાદિત્ય રાજયોગ જાતકને વધુ લાભ અને વધુ બુદ્ધિ તથા આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. તેમના ચહેરા પર વધુ ચમક હોય છે. ખાનગી ફર્મમાં પ્રશાસનિક પદ પર કામ કરનારી કોઈ વ્યક્તિને વધુ લાભ થશે કારણ કે તમે કરિયરમાં નવી ઊંચાઈ સ્પર્શશો અને તે સિંહ રાશિના વ્યક્તિઓ માટે ખુબ સારો નાણાકીય લાભ કરાવશે. મોટા પ્રશાસન અને મોટી જવાબદારીઓ આવી રહી છે જેનાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે અને તમારી નાણાકીય સ્થિતિ પણ વધશે. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે બુધ 7માં ઘર અને 10માં ઘરનો સ્વામી બને છે અને સૂર્યનું 9માં ઘરના સ્વામી પર શાસન કરે છે. નવમા ભાવમાં બુધાદિત્ય રાજયોગ બનશે. આ વ્યકતિને ભાગ્યનો સાથ મળી શકે છે. તેઓ જે પણ કરશે તેમાં ભાગ્યશાળી રહે શે અને પોતાની કરિયરમાં અસાધારણ રીતે સફળ રહેશે. આ બુધાદિત્ય રાજયોગ થવાની સાથે સાથે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ પણ બનશે. આથી આ જાતકોને બમણો લાભ મળી શકે છે. તેમને તેમના પિતા અને ગુરુઓથી અપાર સહયોગ મળશે અને સમાજમાં સફળ અને પ્રતિષ્ઠિત બનશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube