કર્મોના દેવતા શનિદેવ લગભગ 30 વર્ષ બાદ પોતાની જ રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. શનિ દેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વક્રી ચાલ ચલી રહ્યા છે. શનિ દેવનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ખુબ ખાસ રહેવાનું છે. વર્ષ 2025 સુધી કર્મોના દેવતા પોતાની જ રાશિમાં ગોચર કરતા જોવા મળશે. પોતાની પ્રિય રાશિ કુંભમાં શનિદેવનું ગોચર કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ રહેવાનું છે. કઈ રાશિઓ પર લગભગ બે વર્ષ સુધી શનિદેવની કૃપા રહેવાની છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
શનિ દેવ પોતાની જ રાશિમાં ગોચર કરી રહ્યા છે એટલે મિથુન રાશિને ખુબ ફાયદો  થવાનો છે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે અને આ સાથે જ નવી જોબ મળવાના પણ સંકેત છે. વેપારમાં કરાયેલી મહેનત રંગ લાવશે. આર્થિક સ્થિતિઓ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે. ભાગ્ય તમારા પર મહેરબાન રહેશે. 


કન્યા રાશિ
વર્ષ 2025 સુધી કન્યા રાશિવાળા પર શનિદેવના આશીર્વાદ રહેશે. આ દરમિયાન કરાયેલા કામોમાં સફળતા મળશે. વેપાર અને નોકરીયાતો માટે સમય સારો રહેશે. ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે. 


તુલા રાશિ
શનિદેવની કૃપા તમારા પર રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત થશે. જીવનમાં આવી રહેલી માનસિક અને શારીરિક મુશ્કેલીઓ દૂર થશે. અભ્યાસમાં વિદ્યાર્થીઓનું મન લાગશે. જીવનસાથી સાથેના સંબંધમાં મધુરતા આવશે. કોઈ મોટી ઈચ્છા પૂરી થવાની શક્યતા છે. શનિવારના દિવસે ॐ शं शनैश्चराय नमः। મંત્રનો જાપ કરો. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)