Mangal Gochar: વૈદિક જ્યોતિષ મુજબ મંગળનું 18 ઓગસ્ટના રોજ બપોરે 3.14 વાગે કન્યા રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે. કન્યા એ મંગળની છઠ્ઠી રાશિ છે. જે કેટલીક રાશિઓને સારા ફળ આપશે. કન્યા રાશિમાં મંગળનું પ્રાકૃતિક છઠ્ઠા ભાવમાં હોવાથી આરામ અને સહજતાની ભાવના રહે છે. કન્યા રાશિ સંગઠન, સ્વચ્છતા, ટાઈમ મેનેજમેન્ટ, અને મહેનતી કાર્ય નૈતિકતા સાથે જોડાયેલી છે. જે મંગળના જન્મજાત ગુણો સાથે સારી રીતે મેળ ખાય છે. મંગળનું પરિવર્તન તમામ રાશિઓને સકારાત્મક અને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. જાણો કઈ રાશિઓને મળશે સફળતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
તમારા માટે મંગળનું કન્યા રાશિમાં ગોચર અનુકૂળ ગણાય છે. જે તમારા પ્રયત્નોમાં સકારાત્મક પરિણામ લાવવાની સંભાવના રાખે છે. આ દરમિયાન આર્થિક સુધાર શક્ય છે. જો તમે કોઈ કાનૂની મામલાઓમાં ગૂંચવાયેલા છો તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. જો કે તમારા વિરોધીઓથી સાવધ રહો. કારણ કે વિવાદ થઈ શકે છે. જેનાથી તમારે તમારા સ્વભાવ અને શબ્દો પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. 


મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે કન્યા રાશિમાં મંગળના ગોચરનો પ્રભાવ ફળદાયી રહેવાની શક્યતા છે. વ્યવસાયિક ક્ષેત્રમાં નવી તકો મળી શકે છે. આર્થિક ઉન્નતિના પણ સંકેત મળે છે. કરિયરમાં નવી જવાબદારીઓથી લાભ થઈ શકે છે જેનાથી સકારાત્મક પરિણામ મળશે. આ સમય તે લોકો માટે વિશેષ રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે જેમણે પોતાના વ્યવસાયિક એકમોના વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. 


કર્ક રાશિ
કર્કરાશિના જાતકો માટે મંગળનું કન્યા રાશિમાં ગોચર ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સંભાવનાઓ રાખે છે. આ સમયગાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. તમારી આકરી મહેનત અને પ્રયત્નો તમને તમારા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. વિરોધીઓ દ્વારા તમને પરેશાન કરવાની સંભવિત કોશિશોથી સાવધ રહો. 


કન્યા રાશિ
મંગળનું કન્યા રાશિમાં ગોચર કન્યા રાશિવાળાના સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. સમારોહ અને પ્રાર્થનાઓ જેવી આધ્યાત્મિક ગતિવિધિઓમાં સામેલ હોવાથી તમારી રુચિ વધી શકે છે. આ દરમિયાન વાતચીત દરમિયાન તમારી વાણી પર કાબૂ રાખવાની સલાહ આપવામાં આવે છે. 


વૃશ્ચિક રાશિ
કન્યા રાશિમાં મંગળનું ગોચર વૃશ્ચિક રાશિવાળા માટે શુભ માનવામાં આવી રહ્યું છે. સમાજિક સંબધો સુખદ અને સૌહાર્દપૂર્ણ બની શકે છે. તમારા પિતાનો સહયોગ ભરપૂર રહેશે. કરિયર પ્રયાસોમાં સફળતા મળવાની શક્યતા છે અને કરજ સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓમાં કમીની સાથે સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધાર શક્ય છે. 


ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે મંગળનું કન્યા રાશિમાં ગોચર સકારાત્મક માનવામાં આવી રહ્યું છે. જે કરિયર ક્ષેત્રમાં સંભવિત લાભ પ્રદાન કરી શકે છે. જો તમે તમારા વ્યવસાયિક રસ્તામાં ફેરફાર ઈચ્છતા હોવ તો નવા અને સકારાત્મક અવસર આપોઆપ સામે આવી શકે છે. આ સમયગાળો તમારા આત્મવિશ્વાસ અને આત્મસન્માનને વધારી શકે છે. તમારા માતા પિતાનું સમર્થન તમને તમારા લક્ષ્યાંકો તરફ યોગ્ય રસ્તે લઈ જશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)