Astro Tips: શેર માર્કેટ રાતોરાત કોઈ વ્યક્તિને અમીર પણ બનાવી શકે છે અને રાતોરાત રોડ પર પણ લાવી શકે છે. તમે ઘણા લોકો એવા જોયા હશે જેને શેર માર્કેટથી લાખો-કરોડોનો નફો થયો હોય અને તેઓ રાતો રાત કરોડપતિ બની ગયા હોય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શેર માર્કેટમાં લાભ થવા અને નુકસાન પાછળ પણ કેટલાક ગ્રહ અને નક્ષત્ર જવાબદાર હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાય પણ જણાવવામાં આવ્યા છે જેને અજમાવીને સ્ટોક માર્કેટમાં લાભ મેળવી શકાય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંડળીના આ યોગ શેર માર્કેટથી કરાવે છે લાભ


આ પણ વાંચો: આ ચાર રાશિના લોકોને આવે છે સૌથી વધુ ગુસ્સો, તમારી રાશિ તો નથી ને આમાંથી એક?


- જો કુંડળીના પાંચમાં ભાવનો સ્વામી ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિને શેર માર્કેટમાં સારી સફળતા મળે છે. 


- કુંડળીના બીજા ભાવનો અને નવમા ભાવનો સ્વામી ગ્રહ મજબૂત હોવાથી પણ શેર માર્કેટમાં રોકાણથી લાભ થાય છે. 


- જો કુંડળીના પાંચમા ભાગનો સ્વામી બીજા ભાવમાં હોય અને દસમા ભાવનો સ્વામી અગિયારમાં ભાવમાં હોય તો પણ વ્યક્તિને શેર માર્કેટથી લાભ થાય છે. 


- આવી જ રીતે જો કુંડળીના બીજા ભાવનો સ્વામી અગિયારમાં ભાવમાં હોય અને અગિયારમા ભાવનો સ્વામી બીજા ભાવમાં બેઠો હોય તો પણ શેર માર્કેટથી તગડો નફો થાય છે. 


આ પણ વાંચો: Astro Tips: દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા મકર સંક્રાંતિના દિવસે કરી લેજો આ અચૂક ઉપાય


- જો ધનનો કારકગ્રહ બૃહસ્પતિ લગ્ન ભાવમાં હોય અને તેના પર બીજા પાંચમા કે નવમાં ભાવના સ્વામી ગ્રહની દ્રષ્ટિ પડી રહી હોય તો વ્યક્તિ શેર માર્કેટમાં રોકાણ કરીને કરોડપતિ બની શકે છે. 


- જો કુંડળીમાં ચંદ્ર અને મંગળનો દ્રષ્ટિ સંબંધ હોય અને અગિયારમાં ભાવમાં બૃહસ્પતિ રાહુ અથવા તો બુધ હોય તો વ્યક્તિ શેર માર્કેટથી લાભ પ્રાપ્ત કરે છે. 


ક્યારે થાય છે શેર માર્કેટમાં નુકસાન?


આ પણ વાંચો: જાણો સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી કઈ રાશિને થશે લાભ અને કઈ રાશિને નુકસાન


જો ચંદ્ર કુંડળીના આઠમા ઘરમાં હોય તો વ્યક્તિ શેર માર્કેટથી પૈસા કમાય છે પરંતુ તેને ગુમાવી પણ દે છે. આ સિવાય કુંડળીના ધન ભાવમાં રાહુ હોય તો વ્યક્તિને શેર માર્કેટમાં આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. 


શેર માર્કેટથી લાભ મેળવવાના ઉપાય


શેર માર્કેટથી સતત નુકસાન જતું હોય તો રાહુ યંત્રનું તાવીજ બનાવી ॐ રામ રાહવે નમ: મંત્રને 108 વખત બોલી તેને ધારણ કરો.


- શેર માર્કેટમાં નફા માટે દુર્ગા સપ્તશ્લોક અથવા તો ભૈરવનાથજીના પાઠનો નિયમિત જાપ કરવો.


આ પણ વાંચો: Ram Setu: શ્રીરામના ક્રોધથી ડરી પ્રગટ થયા સમુદ્રદેવ, જણાવ્યું કેવી રીતે બનશે રામસેતુ


- બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવો અને લીલી વસ્તુનું દાન કરો. આ સિવાય તાંબાની વીંટી કે કળુ ધારણ કરવાથી પણ ફાયદો થાય છે.


- નિયમિત રીતે સૂર્યદેવને જળ ચડાવો આ પાણીમાં કંકુ અને લાલ ફૂલ ઉમેરી દેવું. સાથે જ ॐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)