Last Rites Ritual: હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક મહત્વપૂર્ણ સંસ્કાર અંતિમ સંસ્કાર છે. હિન્દુ ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર સમયે પણ ઘણા રીતરિવાજોનું પાલન કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર દરમિયાન મૃતકના પરિવાર દ્વારા કેટલાક એવા કામ કરવામાં આવે છે જેના દ્વારા મૃતકની આત્માને મુક્તિ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


અમીર બનવાનું સપનું થશે પુરુ, અપનાનો ચમત્કારી વાસ્તુ ટિપ્સ અને ઘરમાં કરો આ ફેરફાર


ગુરુવારનો દિવસ કઈ કઈ રાશિના જાતકો માટે છે શુભ અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણો


શરીરના કયા અંગ પર ગરોળી પડે તો થાય છે ધન લાભ ? જાણો ગરોળી પડવાના શુભ-અશુભ સંકેતો


અંતિમ સંસ્કારની આવી જ મહત્વપૂર્ણ વિધિમાંથી એક વિધિ કપાલ ક્રિયા છે. કપાલ ક્રીયા દરમ્યાન મૃતકના માથા ઉપર ડંડા મારવામાં આવે છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગી શકે છે પરંતુ આ વાત હકીકત છે. તેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ મળે છે. ગરુડ પુરાણમાં મનુષ્યના અંતિમ સંસ્કારને લઈને જે વિધિ વિધાન કરવાના હોય છે તેનો ઉલ્લેખ મળે છે. આ વિધિ દ્વારા જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તેમાં કપાલ કર્યા કરવાના કારણો પણ જણાવવામાં આવ્યા છે 


આ જન્મની યાદો બીજા જન્મમાં સાથે ન રહે


કપલ ક્રિયા એટલા માટે કરવામાં આવે છે કે મરનાર વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય. તેથી તેનું કપાળ તોડી દેવામાં આવે છે. સાથે જ મરનાર વ્યક્તિની આ જન્મની સ્મૃતિ બીજા જન્મમાં તેની સાથે ન રહે.


તંત્ર ક્રિયા માટે ન થાય ઉપયોગ


એક માન્યતા એવી જ પણ છે કે જો આખી ખોપડી અંતિમ સંસ્કાર દરમિયાન બચી જાય તો તંત્ર મંત્ર માં તેનો ઉપયોગ થઈ શકે છે. તેથી અંતિમ સંસ્કાર દરમિયાન ખોપડીને તોડી નાખવામાં આવે જેથી તેનો દૂર ઉપયોગ ન કરી શકાય.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)