વ્યાજે રૂપિયા આપતા કે લેતા પહેલા જ્યોતિષના આ નિયમો યાદ રાખજો, રવિવાર ખાસ વાંચવો
કોઈ દિવસે વ્યાજે પૈસા આપવા શુભ અને અશુભ સાબિત થઈ શકે છે. તેથી તે મુજબ જ રૂપિયાનો વ્યવહાર કરવો નહિ તો જતે દહાડે નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે
ઝી મીડિયા/બ્યૂરો :અનેકવાર જીવનમાં અનેક મોટા ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે વ્યાજે રૂપિયા આપવા કે લેવા પડે છે. પરંતુ વ્યાજે રૂપિયા લેવા કે આપવા એ બંને બહુ જ જોખમનું કામ છે. ત્યારે વ્યાજે રૂપિયા આપતા અને લેતા પહેલા જ્યોતિષની માન્યતાઓને અનુસરવું જોઈએ. કોઈ દિવસે વ્યાજે પૈસા આપવા શુભ અને અશુભ સાબિત થઈ શકે છે. તેથી તે મુજબ જ રૂપિયાનો વ્યવહાર કરવો નહિ તો જતે દહાડે નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે.
સોમવારે વ્યાજ આપવું કે લેવુ શુભ માનવામાં આવે છે. કેમ કે, આ દિવસે અધિષ્ઠાત્રી દેવી માતા પાર્વતી છે અને સંબંધિત ગ્રહ ચંદ્રમાં છે.
મંગળવારે વ્યાજે રૂપિયા લેવા બિલકુલ પણ શુભ નથી કહેવાતું. કારણ કે, આ દિવસે કોઈ જૂનુ વ્યાજ હોય તો તેને ચૂકવવું શુભ કહેવાય છે.
બુધવારના દિવસે બુધ ગ્રહનો પ્રભાવ હોય છે, જેને નપુંસક માનવામાં આવે છે. તેથી બુધવારે વ્યાજ લેવું કે આપવું શુભ ગણાતુ નથી.
આ પણ વાંચો : PM મોદીને કરોડોના ભ્રષ્ટાચારની ટ્વીટ કર્યા બાદ સુરતના BJPના નેતાના ઘરે પડ્યા IT ના દરોડા
ગુરુવારને લઘુ સંજ્ઞક શુભ વાર માનવામાં આવે છે. ગુરુવારના રોજ વ્યાજે રૂપિયા આપવા ન જોઈએ, પરંતુ આ દિવસે વ્યાજે રૂપિયા લેવા સારું કહેવાય છે. કેમ કે, એવી માન્યતા છે કે આ દિવસે લાવવામાં આવેલ વ્યાજ જલ્દી ચૂકવવામાં આવે છે.
શુક્રવારે શુક્રનો પ્રભાવ હોય છે. તેથી તે એક સૌમ્ય સંજ્ઞક વાર છે. આ જ કારણ છે કે, આ દિવસે વ્યાજ લેવું અને આપવું બંનેને શુભ માનવામાં આવે છે.
શનિવારના દિવસે કરાયેલા કામ લાંબા સમય સુધી સ્થિર રહે છે. તેથી આ દિવસે લાવવામાં આવેલા રૂપિયા કે આપવામાં આવેલા રૂપિયા ચૂકવવામાં લાંબો સમય નીકળી જાય છે. આ જ કારણ છે કે આ દિવસ શુભ ગણાતો નથી.
રવિવારનો વાર સૂર્યથી પ્રભાવિત છે. તેથી તે ક્રુર સંજ્ઞક માનવામાં આવે છે. આ દિવસે વ્યાજ લેવુ અને વ્યાજ આપવું બંને શુભ કહેવાતુ નથી.