Surya and Budh Yuti 2023: વૃષભ રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. કહેવામાં આવે છે કે આ રાજયોગ જાતકો માટે સમૃદ્ધિ, ધન અને સુખ લાવવાનો છે. સૂર્ય 15 મે 2023ના વૃષભ રાશિમાં ગોચર કરી ચુક્યા છે, જ્યારે બુધ 7 જૂન 2023ના વૃષભ રાશિમાં ગોચર કરશે. તેથી વૃષભ રાશિમાં બુધ અને સૂર્યની યુતિથી 7 જૂન 2023ના બુધાદિત્ય રાજયોગ બનશે. બુધાદિત્ય રાજયોગ જે જાતકની કુંડળીમાં બને છે તેને સફળતા અને શક્તિ પ્રદાન કરી શકે છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય શક્તિ, અધિકાર અને નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે બુધ બુદ્ધિ, સંચાર અને કૌશલનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યેરે આ બંને ગ્રહ કોઈ કુંડળીમાં એક સાથે આવે છે તો તે એક યુતિ બનાવે છે જે કોઈના કરિયર, વ્યવસાય અને વ્યક્તિગત જીવનમાં સફળતા અપાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધાદિત્ય યોગથી આ રાશિના જાતકોને થશે ફાયદો
વૃષભ રાશિઃ
વૃષભ રાશિના જાતકોને બુધાદિત્ય રાજયોગની અવધી દરમિયાન સૌભાગ્યનો અનુભવ થઈ શકે છે, કારણ કે આ તમારી કુંડળીના પ્રથમ ભાવમાં બની રહ્યો છે, જે દર્શાવે છે કે તમારી કાર્યશૈલીમાં સુધાર થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિનો અનુભવ કરી શકો છો. આ યોગ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ સિવાય તમારી કુંડળીના સપ્તમ ભાવ પણ આ યોગથી પ્રભાવિત થાય છે, જેના પરિણામસ્વરૂપ તમારા સાથીની સાથે સંબંધ સારો થઈ શકે છે અને તમારા પરિવારની ખુશી પણ વધી શકે છે. જો તમે કુંવારા છો તો તમારા માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 


આ પણ વાંચોઃ આ 5 રાશિઓ માટે આવનારો મહિનો રહેશે ખાસ, પ્રમોશન-ધનલાભનો પ્રબળ યોગ


સિંહ રાશિઃ સિંહ રાશિના જાતક પોતાના કરિયર અને વ્યવસાયના મામલામાં બુધાદિત્ય રાજયોગના બનવાથી સૌભગ્યનો અનુભવ કરી શકે છે. આ સમય તમારા કાર્ય અને વ્યાવસાયિક પ્રયાસોમાં સકારાત્મક પરિણામ આપી શકે છે. વેપાર માલિકોને પોતાના વેપારમાં સફળતા અપાવી શકે છે. જ્યારે કર્મચારીઓને દરેક સ્તરો પર સહયોગીઓનથી સમર્થન મળી શકે છે. આ સિવાય બોસ તેના કાર્ય કૌશલને સ્વીકારી પ્રશંસા કરી શકે છે. નોકરી શોધી રહેલાં લોકોને આ દરમિયાન નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. આ સમયમાં કરિયરમાં વૃદ્ધિની તક આપી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને પણ આ દરમિયાન લાભ થઈ શકે છે. 


કર્ક રાશિઃ બુધાદિત્ય રાજયોગ કર્ક રાશિના જાતકો માટે નાણા અને સંબંધોના મામલામાં સૌભાગ્ય લાવી શકે છે, કારમ કે તે તમારી રાશિની અનુસાર આવક ભાવમાં બનશે. આ સમયમાં તમારી આવકમાં સકારાત્મક સુધાર જોવા મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થવાની સંભાવના છે. પાછલા રોકાણોથી લાભ પ્રાપ્ત કરી શકે છે. પરિવારજનોની સાથે તમારા સંબંધ સકારાત્મક બનેલા રહી શકે છે. સાથે તમે ધાર્મિક કે માંગલિક આયોજનોમાં સામેલ થઈ શકે છે. આ સિવાય તમને આ દરમિયાન શેર બજાર, લોટરીમાં પૈસા લગાવવાની તક મળી શકે છે. 


આ પણ વાંચોઃ Shani Jayanti: શનિ જયંતીના દિવસે ગુપ્ત રીતે કરો આ કામ, શનિદેવ ધનનો વરસાદ કરશે


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube