Mauli: સનાતન ધર્મમાં પૂજા પાઠ કરવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. કોઈપણ પૂજા કે અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે પૂજા કરનારના હાથના કાંડા પર રક્ષા સુત્ર બાંધવામાં આવે છે. આ પરંપરા વર્ષો જૂની છે. કોઈપણ શુભ કે માંગલિક કાર્યની શરૂઆતમાં જે વ્યક્તિ પૂજા પાઠમાં બેઠા હોય છે તેના હાથ પર મૌલી બાંધવામાં આવે છે. આ રક્ષા સૂત્ર ચમત્કારી અને શક્તિશાળી હોય છે. યોગ્ય નિયમ અનુસાર રક્ષા સુત્ર બાંધવામાં આવે તો વ્યક્તિ જીવનમાં આવનાર સંકટથી બચી જાય છે અને જીવનમાં અપાર ધન,સમૃદ્ધિ આકર્ષિત પણ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વૃષભ, તુલા સહિત 5 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, શુક્ર ગોચર ખોલી દેશે કુબેરનો ખજાનો


જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાંડા પર રક્ષા સુત્ર બાંધવાથી ત્રણ દેવ અને ત્રણ મહાદેવીઓની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી વ્યક્તિને ધન, સંપત્તિ, વિદ્યા, બુદ્ધિ અને શક્તિ પ્રાપ્ત થાય છે. પૂજા દરમિયાન પરિણીત મહિલા, પુરુષ અને કુંવારી યુવતીઓ માટે રક્ષા સુત્ર બાંધવાના નિયમ અલગ અલગ છે. મોટાભાગના લોકો આ નિયમને જાણતા નથી અને ભૂલ કરી બેસે છે. દરેક વ્યક્તિ જમણા હાથમાં જ કાંડુ બંધાવે છે. પરંતુ શાસ્ત્ર અનુસાર રક્ષા સુત્ર બાંધવાના નિયમ અલગ છે. જો આ નિયમ અનુસાર તમે રક્ષા સુત્ર બાંધો છો તો ચોક્કસથી તમને ફાયદો જોવા મળે છે. 


રક્ષા સુત્ર બાંધવાના નિયમો 


આ પણ વાંચો: લોટ બાંધતી વખતે કરેલી આ ભુલ ઘરની સમૃદ્ધિ પર કરે છે અસર, આખા પરિવારને પડશે મુશ્કેલીઓ


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષા સુત્ર બદલવાના નિયમો હોય છે કાંડુ બંધાવ્યા પછી કોઈપણ દિવસે રક્ષા સૂત્ર છોડી શકાતું નથી. પૂજા દરમિયાન બાંધેલું રક્ષા સૂત્ર મંગળવાર અથવા તો શનિવારના દિવસે જ બદલવું શુભ છે. 


- રક્ષા સુત્ર બાંધવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. રક્ષા સુત્ર બાંધવાના નિયમ મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ છે. જેમકે પુરુષો અને અવિવાહિત કન્યાઓને જમણા હાથમાં કાંડુ બાંધવું જોઈએ. પરિણીત સ્ત્રીને હંમેશા ડાબા હાથમાં રક્ષા સૂત્ર બાંધવાનું હોય છે. 


આ પણ વાંચો: મિથુન સહિત આ 3 રાશિ બુધ-ગુરુની દ્રષ્ટિથી થશે માલામાલ, મળશે અપાર ધન, થશે પ્રગતિ


- જ્યારે રક્ષા સુત્ર બાંધવામાં આવે ત્યારે હાથની મુઠ્ઠી બંધ રાખવી જોઈએ અને બીજો હાથ માથા પર રાખવો જોઈએ. 


- કાંડા પર રક્ષા સુત્ર બાંધો ત્યારે દોરાને ફક્ત ત્રણ વખત કાંડા પર લપેટો. તેનાથી વધારે વખત રક્ષા સૂત્ર બાંધવું નહીં. 


આ પણ વાંચો: અકસ્માત મૃત્યુ, અપરિણીત વ્યક્તિ, સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ કઈ તિથિએ કરવું? જાણો


- હાથ પર બાંધેલું જૂનું રક્ષા સૂત્ર કાઢો ત્યારે તેને કચરામાં ફેકવું નહીં. રક્ષા સુત્રને હાથ પરથી છોડીને પીપળાના ઝાડની નીચે માટીમાં દબાવી દેવું જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)