Vakri Shani Effect: શનિ ગ્રહ 17 જૂન 2023 ના રોજ કુંભ રાશિમાં વક્રી થયો છે. શનિની વક્રી ચાલ કષ્ટકારી હોય છે. શનિ વક્રી થવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં ઊથલપાથલ સર્જાઈ છે. 4 નવેમ્બર સુધી શનિ વક્રી અવસ્થામાં રહેશે. તેવામાં આવનારો સમય વધારે કષ્ટદાયી સાબિત થઈ શકે છે. પરંતુ વક્રી શનિના કારણે આવતી સમસ્યાઓને દુર કરવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. આ ઉપાયો કરવાથી શનિની અશુભ અસરોથી બચી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપાયો શનિવારના દિવસે કરવાના હોય છે કારણ કે આ દિવસ શનિદેવને સમર્પિત હોય છે. જો કોઈ વ્યક્તિ પર શનિ દોષ હોય તો તેને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવામાં આગામી કેટલાક શનિવાર સુધી આ ઉપાયો કરી લેવાથી વક્રી શનિના કારણે સર્જાતી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. 


આ પણ વાંચો:


નુકસાનીમાં ચાલતો ધંધો પણ થઈ જશે નફો કરતો, અજમાવો નાળિયેરનો આ ચમત્કારી ઉપાય


બુધ ગ્રહનું ગોચર આ 3 રાશિ માટે અતિશુભ, બુધાદિત્ય રાજયોગના કારણે થશે બંપર ધન લાભ


5000 વર્ષ જુનું મહાદેવનું આ મંદિર છે ચમત્કારી, અકાળ મૃત્યુ અને રોગથી મળે છે મુક્તિ


શનિ દોષથી મુક્તિ મેળવવાના ઉપાય
 
- જો વક્રી શનિના કારણે તમારા જીવનમાં સમસ્યા આવતી હોય તો શનિવારે સવારે પંચામૃતમાં કાળા તલ મિક્સ કરી અને શિવજીને અર્પણ કરવા. તેનાથી કષ્ટથી મુક્તિ મળશે અને શનિ ગ્રહ શાંત થશે.


- શનિવારે કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો તેનાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે.


- એક વાટકીમાં સરસવનું તેલ લેઈ તેમાં પોતાનો ચહેરો જોઈને વાટકી સહિત તેલ દાન કરી દેવું. આમ કરવાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે.


- શનિવારના દિવસે ગરીબ વ્યક્તિમાં કાળા ધાબડા, કાળા કપડા કે કાળા રંગની કોઈપણ વસ્તુ દાન કરવી. જરૂરિયાતમંદ વ્યક્તિને જૂતા ચપ્પલનું દાન કરવાથી પણ શનિ કૃપા પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો:


Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વધશે શારીરિક કષ્ટ


પૈસાની તંગીથી જીવન છે બેહાલ ? તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે આ 3 ટોટકા


- શનિવારના દિવસે પીપળાના ઝાડને પાણી અર્પણ કરવું. ત્યારબાદ ઘઉંના લોટના બનેલા દીવામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો.


- વક્રી શનિના દુષ્પ્રભાવથી બચવું હોય તો રોજ સવારે જલ્દી જાગી જવું જોઈએ અને શિવ મંદિરમાં જઈ શિવજીનો જળાભિષેક કરવો. આ સિવાય પોતાનું ચરિત્ર સારું રાખવું અને ખોટા કામ કરવા નહીં. તેનાથી પણ શનિ પીડાથી મુક્તિ મળે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)