Ram Mandir: રામાયણના એ રહસ્યો...જેનાથી આજે પણ મોટાભાગના લોકો છે અજાણ! ખાસ જાણો
Ramamyana Facts: રામચરિત માનસ ને વાલ્મીકિ રામાયણ 2 એવા મહાકાવ્ય છે જેમાં પ્રભુ રામના જીવનના દરેક પહેલુનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે અમે તમને રામાયણના એવા રોચક તથ્યો વિશે જણાવીશું જેના વિશે બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે.
Ramamyana Facts: પ્રભૂ શ્રીરામને મર્યાદાપુરુષોત્તમ કહેવામાં આવે છે. કારણ કે તેઓ એક મહાન રાજા હતા. તેમણે દયા, સત્ય, સદાચાર, મર્યાદા, કરુણા, અને ધર્મનું પાલન કર્યું. ભગવાન વિષ્ણુના અવતાર પ્રભુ શ્રીરામે સમાજના લોકોની સામે સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું. તેમનું આખુ જીવન જ પ્રેરણાદાયી છે. રામચરિત માનસ ને વાલ્મીકિ રામાયણ 2 એવા મહાકાવ્ય છે જેમાં પ્રભુ રામના જીવનના દરેક પહેલુનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે અમે તમને રામાયણના એવા રોચક તથ્યો વિશે જણાવીશું જેના વિશે બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે.
રામાયણના રોચક તથ્યો
- મહર્ષિ વાલ્મિકી દ્વારા રચિત રામાયણમાં કુલ 24,000 શ્લોક છે અને તેને સાત કાંડમાં વિભાજિત કરાયા છે.
- ભગવાન રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા, જ્યારે ભગવાન રામના ભાઈ લક્ષ્મણ ભરત અને શત્રુધ્ન ક્રમશ: શેષનાગ, ધર્મ અને વાયુ-અદિતિના અવતાર હતા.
- જ્યારે પ્રભુ શ્રીરામના અર્ધાંગિની સીતા માતા લક્ષ્મીનો અવતાર હતા.
- વાલ્મિકી રામાયણની મૂળ આવૃત્તિમાં ભગવાન રામ ભગવાન નહતા, કહાનીના કેન્દ્રમાં સીતા હતા.
- પ્રભુ રામ અને સીતાની સેવામાં લક્ષ્મણ એટલા સમર્પિત હતા કે તેઓ આ કારણસર વનવાસમાં 14 વર્ષ સૂતા નહતા. આ કારણે જ્યારે અયોધ્યા પાછા ફર્યા ત્યારે પ્રભુ રામનો જ્યારે રાજ્યાભિષેક ચાલુ હતો તો લક્ષ્મણજી દરબારમા હાજર નહતા. નિદ્રા દેવીને આપેલા વચનના કારણે વનવાસથી પાછા ફરીને તેઓ તરત સૂઈ ગયા હતા.
- માતા સીતાને માંગમાં સિંદૂર ભરતા જોઈને ભગવાન રામના પ્રેમમાં હનુમાનજીએ પોતાના આખા શરીર પર સિંદૂર લપેટી દીધુ હતું. ત્યારથી તેમનું નામ બજરંગી પડી ગયું હતું.
- સીતાજીના પિતા રાજા જનકે સ્વયંવરમાં ભગવાન શિવના ધનુષની પણછ ચડાવવાની શરત એટલા માટે મૂકી હતી કારણ કે સીતાજીએ બાળપણમાં તે ધનુષ રમત રમતમાં ઉઠાવી લીધુ હતુ. પ્રભુ રામે તે ધનુષ તોડ્યું હતું અને સ્વયંવર જીતીને સીતાજી જોડે વિવાહ કર્યા હતા.
- ભગવાન શિવના પ્રમુખ ગણ નંદીએ રાવણને શ્રાપ આપ્યો હતો કે બંદર તારા વિનાશનું કારણ બનશે. આથી આખી વાનર સેના લંકા ગઈ અને તેમનો સર્વનાશ કર્યો.
- ગાયત્રી મંત્ર રામાયણના પ્રત્યેક 1000 શ્લોક બાદ આવનારા પહેલા અક્ષરથી બને છે.
- રામ અને તેમના ભાઈઓ ઉપરાંત રાજા દશરથની એક પુત્રી પણ હતી જેનું નામ શાંતા હતું.
- જ્યારે યમરાજને આપેલા વચનને પૂરું કરવા માટે લક્ષ્મણજીએ સરયુ નદીમાં જળ સમાધિ લીધી તો દુખી થઈને પ્રભુ રામે પણ સરયુ નદીમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube