Premanand Maharaj on Pran Pratishtha: પ્રેમાનંદ મહારાજ એક કથાવાચક છે જેમના આખી દુનિયામાં મોટી સંખ્યામાં ભક્તો છે. પ્રેમાનંદજી હાલ વૃંદાવનમાં રહે છે અને તેમનું પ્રવચન સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવે છે. મહારાજજી સરળ વાતમાં એટલી વધુ જ્ઞાનવર્ધક વાતો જણાવે છે કે જેટલું કોઈ વિચારી પણ ન શકે. સોશિયલ મીડિયા પર મહારાજજીના લાખોમાં ફોલોઅર્સ છે. હાલ સોશિયલ મીડિયા પર મહારાજજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભક્તે ખુબ સારો સવાલ પૂછ્યો છે અને મહારાજજીએ ખુબ સુંદર જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામલલ્લાની મૂર્તિ જીવંત કેવી રીતે થઈ?
22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ મહારાજની એક ક્લીપ ખુબ વાયરલ થઈ રહી છે. વીડિયોમાં કોઈ ભક્તે પૂછ્યું કે પ્રાણ પ્રતિષ્ઠામાં જે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી તે દિવ્ય અને સજીવ થઈ ગઈ, તે જીવંતતા પાછળ કારણ શું છે. તેના પર પ્રેમાનદજીએ જે જવાબ આપ્યો તે જાણીએ. 


પ્રેમાનંદજીનો જવાબ
પ્રેમાનંદજીએ જણાવ્યું કે જીવંતતા પાછળ કારણ છે મહાપુરુષોના મંત્ર અને  ભક્તોનો  ભાવ. આ બંનેમાં ખુબ સામર્થ્ય હોય છે. રામજીની મૂર્તિ સાથે એક બે ભક્ત નહીં પરંતુ અસંખ્ય ભક્તોનો ભાવ જોડાયેલો છે. દશરથનંદન ત્યાં પહેલેથી હતા. પરંતુ મંત્ર અને ભાવથી પ્રાણ પ્રતિષ્ઠા બાદ વિગ્રહમાં રામજી પ્રકાશિતથઈ ગયા.  કોઈ આશ્ચર્યની વાત નથી. 



નરસિંહજી થયા હતા પ્રગટ
ઉદાહરણ આપતા પ્રમાનંદજીએ જણાવ્યું કે મંત્રોચ્ચાર નહતા કર્યા પરંતુ લાખો ભક્તોએ ભાવથી યાદ કર્યા તો થાંભલામાંથી નરસિંહજી પ્રગટ થઈ ગયા હતા. મંત્રોથી ચમત્કાર થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અને પછીના દર્શનમાં ખુબ અંતર છે. વિગ્રહમાં ભગવાન સાક્ષાત બિરાજમાન થયા છે અને આવા અનુભવ હંમેશા થતા રહેશે. 


કોણ છે પ્રેમાનંદ મહારાજ?
પ્રેમાનંદ મહારાજજી યુપીના કાનપુર જિલ્લાના રહીશ છે અને હવે વૃંદાવનમાં રહે છે. તેમણે બહુ નાની ઉંમરમાં સન્યાસ લીધો હતો. મહારાજજી સત્સંગ દ્વારા અનેક લોકોનુ માર્ગદર્શન કરે છે. સત્સંગના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે જે લોકોને ખુબ પસંદ પડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube