આજે બન્યો છે આયુષ્યમાન યોગ સહિત આ શક્તિશાળી સંયોગ, 5 રાશિવાળાની ઈચ્છાઓ થશે પૂરી, ધન-સંપત્તિમાં થશે બંપર વધારો
આજે મંગળવારના રોજ ચંદ્રમા મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે જ્યાં તેમની સાથે સૂર્ય અને બુધ ગ્રહની યુતિ બની છે. આ સાથે જ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ છે. આ તિથિને વૈશાખ અમાસ પણ કહે છે. વૈશાખ અમાસના દિવસે આયુષ્યમાન યોગ, સૌભાગ્ય યોગ, બુધાદિત્ય યોગ, અને અશ્વિની નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જેનાથી આજના દિવસનું મહત્વ વધી ગયું છે. વૈદિક જ્યોતિષ મુજબ વૈશાખ અમાસના દિવસે બની રહેલા શુભ યોગનો લાભ 5 રાશિઓને મળશે. આ રાશિઓનો પરિવાર અને મિત્રો સાથે સારો સમય વિતશે. પ્રોફેશનલ લાઈફમાં પણ મોટી સફળતા મળશે. કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેને અજમાવવાથી કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ મજબૂત થશે અને હનુમાનજીની કૃપાથી તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળશે. જાણો કોના માટે લકી રહેશે આ સમય....
મેષ રાશિ
મેષ રાશિવાળા ધન મેળવવામાં સફળ રહેશે અને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાની સોનેરી તક મળશે. વેપારીઓને વેપારમાં પૈસા કમાવવાના નવા રસ્તા મળી શકે છે. વેપારનો વિસ્તાર થશે. લવ લાઈફવાળા માટે સમય સારો રહેશે અને લવ પાર્ટનર સાથે રોમેન્ટક દિવસ વિતાવવાની તક મળશે. હનુમાનજીની કૃપાથી તમે આત્મવિશ્વાસુ અને શક્તિશાળી મહેસૂસ કરશો. આ સાથે જ જીવનમાં આગળ વધવાનો નવો ઉત્સાહ મળશે. કોટુંબિક જીવનની વાત કરીએ તો સંબંધોમાં મજબૂતી આવશે અને માતા પિતાની સેવાની તક પણ મળશે. સાંજનો સમય કોઈ ધાર્મિક સ્થળ પર જવાથી માનસિક શાંતિ મળશે.
ઉપાય- આર્થિક ઉન્નતિ માટે પાંચ મંગળવાર સુધી મંદિરમાં ધ્વજા ચડાવો અને લાલ ગાયને રોટલી ખવડાવો.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે ખાસ રહેશે સમય. ભાગ્યનો સાથ મળશે અને અનેક તકો મળશે. સારા સમાચાર સાંભળવા મળશે. વેપારીઓને નવી ડીલનો લાભ મળી શકે છે. જે વધુ નફો કરાવશે. લોકોને તમારી વાતોથી પ્રભાવિત કરવા માટે સક્ષમ રહેશો. જેનાથી સમાજમાં તમારું માન સન્માન વધશે. કોટુંબિક જવાબદારીઓ પૂરી કરી શકશો અને પ્રિયજનો સાથે સમય વિતાવશો. નોકરીયાતોને કરિયર સંબંધિત મહત્વની સૂચના મળશે. જેનાથી ખુબ પ્રસન્ન રહેશો. લગ્નજીવન સારું રહેશે.
ઉપાય- શત્રુઓ અને બાધા મુક્તિ માટે મંગળવારે વ્રત કરો અને 21 દિવસ સુધી એક જ જગ્યા પર હનુમાન મંદિરમાં બજરંગ બાણનો પાઠ કરો.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે એકથી વધુ માધ્યમથી ધનની આવકના યોગ છે. ખુશીઓ વરસશે. બિઝનેસમાં સારું પ્રદર્શન કરવાની તક મળશે. કામ બિરદાવવામાં આવશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. નોકરીયાતોને અધિકારીઓનો સાથ મળશે જેનાથી સમયસર કાર્યો પૂરા થશે અને મોજમસ્તીમાં સમય વીતશે. સમાજનો લોકોનો સાથ મળશે. મિત્રો સાથે સારો સમય વિતે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. બીજાને મદદ કરવા માટે પણ તૈયાર રહેશો.
ઉપાય- ભાગ્ય વૃદ્ધિ માટે હનુમાનજી સામે એ જળનું પાત્ર રાખો અને 21 દિવસ સુધી હનુમાન બાહુક પાઠ કરો. પાઠ બાદ દરરોજ જળ ગ્રહણ કરો અને પછી બીજુ જળ રાખો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા માટે શાનદાર સમય રહેશે. સરકારી ક્ષેત્રથી ધનલાભના યોગ છે અને કોઈ જૂના રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. કામમાં મોટી સફળતા મળશે જેનાથી ખુબ માનસન્માન મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સારા સમાચાર મળશે. હનુમાનજીની કૃપાથી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. કામ પર ખુબ ધ્યાન આપજો. ધાર્મિક કાર્યોમાં મન રહેશે. જીવનસાથી સાથે સમય સારો વિતશે.
ઉપાય- વિવાદથી મુક્તિ માટે હનુમાનજીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો અને 11 પરિક્રમા કર્યા બાદ હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાન મંત્રનો જાપ કરો.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે મહત્વનો સમય છે. હનુમાનજીની કૃપાથી અપાર આર્થિક સંભાવનાની તકો છે અને કાર્યો સફળ પણ થશે. જે જાતકો નોકરી કે શિક્ષણ માટે વિદેશ જવા માંગતા હોય તો તેમની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. નોકરીયાતોને સારા પ્રમોશનના સંકેત છે અને મહેનતથી નવો મુકામ મેળવી શકશો. વેપારમાં દરેક પડકારોને પહોંચી વળવામાં સક્ષમ રહેશો અને ધનલાભના યોગ છે. કઈક નવું કરવાની તક મળશે. ભાગીદારીમાં કામ કરવા માટે સારો સમય છે અને રોકાણ કરવાથી ભવિષ્ય સુરક્ષિત રહેશે.
ઉપાય- કષ્ટોથી મુક્તિ માટે 11 પીપળાના પાન સાફ કરીને તેના પર ચંદનથી શ્રીરામ લખો અને પછી તેને હનુમાનજીને અર્પણ કરી દો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)