dhirendra shashtri in ambaji temple : બાબા બાગેશ્વર હાલ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી રહ્યાં છે. ચર્ચા જગાવનાર ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. સુરતમાં તેમનો દિવ્ય દરબાર હાલ યોજાઈ રહ્યો છે. તેમના દરબારમાં ગુજરાતમાં મોટી સંખ્યામં ભીડ ઉમટી રહી છે. અનેક ભક્તો તેમને મળવા માટે તલપાપડ છે. ત્યારે આ વચ્ચે સમય કાઢીને બાબા બાગેશ્વર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસ્કોન ગ્રૂપના ચેરમેન પ્રવીણ કોટકે જણાવ્યું કે, બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા જશે. આવતીકાલે બાબા અંબા માતાના દરબારમાં જઈને આશીર્વાદ લેશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના વધુ એક સ્થળે પધરામણી કરવાના છે. તેઓ આવતીકાલે 28 મી મેના રોજ પ્રવીણ કોટકના ઘરે પધરામણી કરશે. તેના બાદ પ્રવીણ કોટક સાથે બાબા અંબાજી માતાના દર્શન કરવા જશે. બાબા બાગેશ્વર અને પ્રવીણ કોટક હેલિકોપ્ટરથી બાબા અંબાજી દર્શન કરવા જશે. પ્રવીણ કોટકે બાબાને આ ભાવભીનું આમંત્રણ આપ્યુ હતું, જેને બાબાએ સ્વીકાર્યુ હતું. 


એડમિશનમાં તમે પણ આવા કાંડ કર્યા હોય તો સાચવજો, રાઈટ ટુ એજ્યુકેશનના એડમિશન રદ કરાયા


આવુ છે બાબાનું શિડ્યુલ
આવતીકાલે 28 મેના રોજ બાબા બાગેશઅવર સુરતથી અમદાવાદ 8 વાગે આવી પહોંચશે. જેના બાદ  સવારે 10.30 એ અમદાવાદથી દાંતા જવા રવાના થશે. સવારે 11 .30 એ દાતા પહોંચશે. 12.15 કલાકે અંબાજી માતાના દર્શન બાબા કરશે. તેના બાદ બપોરે 1 કલાકે ઇસ્કોન અંબે વેલીમાં વિશ્રામ કરશે. આ બાદ 3 કલાકે અંબાજીથી અમદાવાદ જવા રવાના થશે. બપોરે 4 વાગે બાબાનું આગમન અમદાવાદમાં થશે અને તેના બાદ વિશ્રામ કરશે. સાંજે 7 વાગે રાઘવ ફાર્મમાં  હાજરી આપશે. 


બે દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, આ શહેરોમાં છે વરસાદની આગાહી


ઉલ્લેખનીય છે કે, બાબા બાગેશ્વરના અમદાવાદના દિવ્ય દરબારમાં પ્રવેશ માટે રાખવામાં આવેલા પાસનું વિતરણ શરૂ કરાયુ છે. આજે સવારથી જ પાસનું વિતરણ શરૂ થયુ છે. જોકે, બાબાના દરબારમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો હાજર રહે તે રીતે પાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સવારથી જ ભક્તોની લાંબી લાઈનો વચ્ચે પાસનો વિતરણ શરૂ કરાયુ છે, જેમાં એક વ્યક્તિને એક જ પાસ આપવામાં આવે છે. તારીખ  29 મેના રોજ બાબા બાગેશ્વરનો અમદાવાદના ચાણક્યપુરી ખાતે શક્તિ મેદાનમાં દિવ્ય દરબાર યોજાનાર છે. દિવ્ય દરબારમાં હાજર રહેવા માટે પાસ મેળવવો જરૂરી છે. તેથી આજે લોકો લાઈનમાં ઊભા રહીને પાસ મેળવી રહ્યાં છે. 


અમૂલ હવે ગુજરાતીઓની ફેવરિટ ખાટી છાશ વેચશે, કચ્છમાં લોન્ચ થયું પાઉચ, આ ભાવે મળશે


બાઘેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો બે દિવસીય સુરતમાં દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. આજે સુરત વીઆઈપી રોડ ખાતે આવેલ ખાટુંધામ શ્યામ મંદિરના દર્શન કરવા પહોંચનાર છે.બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી ખાટું શ્યામ મંદિર માં દર્શન કરશે. દર્શનને લઈને આયોજકો દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ખાટું શ્યામ, સાલાસર બાલાજી ધામના દર્શન કર્યા બાદ મંદિરના ટ્રસ્ટી અને ભક્તો સાથે મુલાકાત કરશે.હિન્દુ રાષ્ટ્ર નિર્માણને લઈ ચર્ચાઓ પણ કરવામાં આવનાર છે.


દર્દીઓને ઘરે પહોંચતી દવા ડેમમાં પહોંચી ગઈ! જુનાગઢના ડેમનું પાણી ખાલી થતા મળ્યુ પોટલુ