Rahu Gochar 2023: 30 ઓક્ટોબરથી આ રાશિઓના ખરાબ દિવસો થશે શરુ, દિવસે તારા દેખાડશે રાહુ
Rahu Rashi Parivartan 2023: 30 ઓક્ટોબર પછી ચિંતા અને માનસિક સ્ટ્રેસ અચાનક વધી શકે છે સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. આ સમય દરમિયાન ચિંતાના કારણે બીમારી પણ આવી શકે છે પોતાના ખર્ચા પર કંટ્રોલ રાખવો જરૂરી છે આ સમય દરમિયાન યાત્રા કરતી વખતે પણ ધ્યાન રાખવું.
Rahu Rashi Parivartan 2023: જ્યારે પણ ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેની અસર રાશિ ચક્રની દરેક રાશિને થાય છે. આ ક્રમમાં 30 ઓક્ટોબરે રાહુ મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુલ આ રાશિ પરિવર્તન દરેક રાશિના લોકોને પ્રભાવિત કરશે. તો ચાલો તમને પણ જણાવીએ કે રાહુનું રાશિ પરિવર્તન મેષથી કન્યા રાશિના લોકોના જીવન પર કેવો પ્રભાવ પાડશે.
મેષ રાશિ
30 ઓક્ટોબર પછી ચિંતા અને માનસિક સ્ટ્રેસ અચાનક વધી શકે છે સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. આ સમય દરમિયાન ચિંતાના કારણે બીમારી પણ આવી શકે છે પોતાના ખર્ચા પર કંટ્રોલ રાખવો જરૂરી છે આ સમય દરમિયાન યાત્રા કરતી વખતે પણ ધ્યાન રાખવું.
આ પણ વાંચો:
દિવાળી પર આ વિધિથી ઘરમાં સ્થાપિત કરો શ્રી લક્ષ્મી-ગણેશ યંત્ર, ઘરમાં થશે ધનના ઢગલા
Sharad Purnima 2023: શરદ પૂર્ણિમા પર આ રાશિઓને થશે ધન લાભ, વર્ષો પછી બન્યો ખાસ યોગ
તમારી તિજોરીમાં પણ હોય આ વસ્તુઓ તો તુરંત કરી દેજો બહાર, નહીં તો હંમેશા રહેશો કંગાળ
વૃષભ અને મિથુન રાશિ
રાહુના ગોચરથી વૃષભ અને મિથુન રાશિના લોકો પર પણ અસર થશે. આ રાશિના લોકોએ વિવાદોથી દૂર રહેવું જરૂરી છે. માનસિક શાંતિ જાળવવા માટે જગડાથી અને ક્રોધ થી દુર રહો. ઘણા સમયથી કોઈ અધૂરી ઈચ્છા હતી તો તે હવે પૂરી થતાં મનમાં પ્રસન્નતા રહેશે
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોની સમસ્યાઓ ધીરે ધીરે ઓછી થશે અને ભાગ્ય સાથે આપશે આ સમય દરમિયાન પગની સમસ્યાને લઈને ખાસ ધ્યાન રાખવું
સિંહ રાશિ
રાહુના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને કોઈ પણ બાબતે બેદરકારી ન રાખવી. વાહન ચલાવતી વખતે દુર્ઘટના ન થાય તે માટે વાહન ધીરેથી ચલાવવું.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે પણ આગામી દોઢ વર્ષનો સમય સ્વાસ્થ્યને લઈને સજાગ રહેવાનો છે. જો સિગરેટ દારૂ જેવું વ્યસન હોય તો તેને તુરંત છોડો નહીં તો અસાધ્ય રોગ પણ થઈ શકે છે. નાની નાની વાત પર ક્રોધ કરવાથી પરિસ્થિતિ કંટ્રોલ બહાર જઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)