Bel Patra: પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જે લોકો રોજ શિવ મંદિરે દર્શન કરવા માટે જાય છે તેઓ જ્યારે પરત આવે છે ત્યારે ભગવાનને ચઢાવેલું બીલીપત્ર ઘરે લાવતા હોય છે. બીલીપત્ર ખૂબ જ શુભ વસ્તુ છે ખાસ કરીને ભગવાન શિવને જણાવેલું બીલીપત્ર ઘર માટે પણ શુભ સાબિત થાય છે. ભગવાન શિવને ચઢાવેલું બીલીપત્ર લોકો માથે ચડાવતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો એ વાત જાણતા નથી કે ઘરે જે બીલીપત્ર લઈ આવવામાં આવે તો તેને ક્યાં રાખવું જોઈએ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં ન વાવો મરચાનો છોડ, જાણો મરચાના છોડ ઘરમાં ઉગાડવાથી શું થાય ?


વાસ્તુશાસ્ત્ર અનુસાર જો બીલીપત્રના યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. બીલીપત્ર ઘરમાં સુખ શાંતિ પણ વધારે છે. તો આજે તમને જણાવીએ કે ઘરમાં જો બીલીપત્ર લાવેલું હોય તો તેને ઘરની કઈ કઈ જગ્યા પર રાખવાથી શુભ ફળ મળે છે. 


બીલીપત્રને કઈ કઈ જગ્યાએ રાખવું ?


આ પણ વાંચો: લફરાં અને બ્રેકઅપ સહિત લવ લાઈફના બધા જ સીક્રેટ ખોલશે હથેળીની આ રેખા, જાણો લગ્ન વિશે


1. બીલીપત્ર પવિત્રતા અને સકારાત્મક ઉર્જા વધારે છે. જો તેને પશ્ચિમ દિશામાં રાખવામાં આવે તો ઘરની નકારાત્મક ઊર્જાને તે દૂર કરે છે. ઘરમાં બિલિપત્ર હોય તો ઘરમાં રહેતા લોકોના મનને શાંતિ મળે છે. પશ્ચિમ દિશા શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે આ જગ્યાએ બિલીપત્ર રાખવાથી લાભ થાય છે. 


2. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા યમરાજની દિશા છે. આ દિશામાં બીલીપત્ર રાખવાથી ગ્રહ દોષથી છુટકારો મળે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે. 


આ પણ વાંચો: બુધ ગ્રહનું ડબલ ગોચર 3 રાશિને કરાવશે અકલ્પનીય ધનલાભ, જીવનમાં પ્રેમ, સુખ, શાંતિ વધશે


3. બીલીપત્ર ખૂબ જ પવિત્ર હોય છે. ખાસ કરીને જો તે ભગવાન શિવને ચઢાવેલું હોય તો તે વધારે પવિત્ર થઈ જાય છે. આ બિલીપત્રને ઘરના મંદિરમાં રાખવું પણ શુભ ગણાય છે. 


4. બીલીપત્રને બેડરૂમમાં પણ રાખી શકાય છે. બેડરૂમમાં બીલીપત્ર રાખવાથી વ્યક્તિની ચિંતા દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે. 


આ પણ વાંચો: Astro Tips: આ અદ્ભુત સંકેત મળે તો સમજી લેવું ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી


5. બીલીપત્ર ભગવાન શિવનું પ્રતિક ગણાય છે. તેથી જો ઉપર જણાવેલી કોઈ જગ્યાએ બિલીપત્ર ન રાખો તો બીલીપત્રને ઘરના મંદિરમાં રાખી દો. પૂજા ઘરમાં બીલીપત્ર રાખવાથી દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)