Ram Naam: ભગવાન શ્રીરામના લાખો ભક્ત છે. ભગવાન રામની પૂજા અર્ચના કરવાનું મહત્વ શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજી અને ભગવાન શિવ જેવા મહાન દેવતાઓએ પણ ભગવાન શ્રીરામના નામનો જાપ કર્યો છે. જો કોઈ વ્યક્તિ ભગવાન શ્રીરામના નામનો જાપ સાચી વિધિથી અને શ્રદ્ધાથી કરે તો તેના જીવનના શારીરિક અને માનસિક કષ્ટ દૂર થઈ જાય છે. આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. અને દોષથી છટકારો મળી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Ramcharitmanas: જે ઘરમાં રોજ થાય રામચરિત માનસની આ ચોપાઈનો પાઠ ત્યાં નથી રહેતી ગરીબી


ધાર્મિક શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રીરામ ભગવાન વિષ્ણુના અવતાર હતા. હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત હતા અને તેઓ સતત રામ નામનો જાપ કરતા રહેતા. હનુમાનજીએ શ્રીરામને પ્રસન્ન કરવા માટે રામ નામનો જાપ શરૂ કર્યો હતો. રામ નામની મહિમા અદ્વિતીય છે 


શાસ્ત્રો અનુસાર રામનું નામ લેવાથી વ્યક્તિના શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે અને તેને લાભ. ફક્ત રામ નામ બોલવાથી શરીરમાં પુરા બ્રહ્માંડની શક્તિઓ પ્રવેશ કરે છે. જ્યારે રા શબ્દ બોલવામાં આવે છે તો મુખ ખુલે છે અને મ શબ્દમાં મુખ બંધ થાય છે જેનાથી શક્તિ શરીરમાં સંચાલિત થાય છે.


આ પણ વાંચો: 14 મીએ ઉત્તરાયણ બાદ ભૂલથી પણ આ કામ શરૂ કરી ન દેતા, કમુરતા ઉતરવાને લઈને બદલાયા ગ્રહો


રામ નામના જાપને લઈને માન્યતા છે કે જે વ્યક્તિ કોઈ બીમારીથી પીડિત હોય તેણે નિયમિત રામ નામનો જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિને નિરોગી કાયા પ્રાપ્ત થાય છે. આ સિવાય રામ દરબારનું સ્મરણ કરતા 108 વખત શ્રીરામના નામનો જાપ કરવાથી જીવનની કોઈપણ સમસ્યા હોય તો તે દૂર થઈ શકે છે. 


રામ નામનો જાપ કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ પ્રાપ્ત થાય છે. જે લોકો શ્રીરામના નામનું સ્મરણ કરે છે તેને સકારાત્મકતાનો અનુભવ થાય છે અને મનમાં શાંતિ રહે છે. માન્યતા છે કે કાગળ પર શ્રીરામનું નામ લખીને તેને પર્સમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે.


આ પણ વાંચો: નોકરીની લાગી જશે લાઈનો, ચાલુ નોકરીમાં થશે પ્રમોશન, શુક્ર બદલશે 3 રાશિઓનું ભાગ્ય


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)