Shravan 2021: શિવના આંસુઓથી બન્યું છે દિવ્ય ફળ રુદ્રાક્ષ, શ્રાવણમાં ધારણ કરતાં પહેલા જાણી લો નિયમ
ભગવાન શિવની કૃપા મેળવવા માટે શ્રાવણ મહિનામાં જરૂર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. પરંતુ આ ચમત્કારિક ફળને પહેરતાં પહેલાં આ નિયમ જરૂર જાણી લેવા જોઈએ નહીં તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ રુદ્રાક્ષને ભગવાન શિવનો પ્રસાદ ગણવામાં આવે છે. માન્યતા એવી છે કે આ દિવ્ય ફળ કહો કે દિવ્ય રત્ન ભગવાન શિવના આંસુઓમાંથી બનેલું છે. વિવિધ પ્રકારના રત્નોમાં રુદ્રાક્ષનું પોતાનું એક અલગ મહત્વ છે. ભલે તે તમામ પ્રકારના રત્નોની જેમ ચમકદાર ન હોય પરંતુ તેનો પ્રભાવ ચમત્કારિક છે. કેમ કે તે ભગવાન શંકરને અત્યંત પ્રિય છે. આ જ કારણ છે કે દુનિયાભરના શિવ ભક્ત હંમેશા તેને કોઈને કોઈ રૂપમાં ધારણ કરે છે. વિવિધ પ્રકાર અને આકારના મળતા રૂદ્રાક્ષ અનેક મુખી હોય છે. દરેક મુખી રુદ્રાક્ષ પોતાની અંદર તમામ પ્રકારના ગુણ અને વિશેષતાઓ હોય છે. રુદ્રની કૃપા અપાવનાર આ રુદ્રાક્ષ વ્યક્તિને માનસિક અને શારિરિક કષ્ટોથી મુક્તિ અપાવે છે. જે વ્યક્તિ રુદ્રાક્ષની માળાથી શિવના સાધના કરે છે. તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો જાણીએ રુદ્રાક્ષની પૂજા અને તેને ધારણ કરવાનો નિયમ.
રુદ્રાક્ષ કેવો હોવો જોઈએ:
રુદ્રાક્ષનું જે બીજ આકારમાં એકસમાન, ચીકણું, પાકુ અને કાંટાવાળું હોય છે. તેને શુભ માનવામાં આવે છે. જયારે કીડા લાગેલું, તૂટેલું, કાંટા વિનાનું છિદ્રયુક્ત અને જોડાયા વિનાના રુદ્રાક્ષને અશુભ માનવામાં આવ્યું છે. આવા રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ નહીં.
કેવી રીતે ધારણ કરશો રુદ્રાક્ષ:
રુદ્રાક્ષ ધારણ કરવા માટે શ્રાવણ મહિનો અતિ ઉત્તમ છે. શ્રાવણ મહિનામાં તમે ઈચ્છો ત્યારે કોઈપણ દિવસે કે પછી સોમવારના દિવસે વિધિ-વિધાન સાથે પૂજા કરીને ધારણ કરી શકો છો. રુદ્રાક્ષને હંમેશા લાલ, પીળા કે સફેદ દોરામાં જ ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષને કાળા દોરામાં ધારણ ન કરવો જોઈએ. રુદ્રાક્ષને ધારણ કરતાં સમયે ઓમ નમ: શિવાયનો જાપ કરતા રહો. રુદ્રાક્ષને સોનું, ચાંદી કે તાંબામાં લગાવીને આંગળી, હાથમાં કે ગળામાં ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષની માળા પહેરવાની હોય કે પછી જાપ કરવાની, તેને બીજા વ્યક્તિને ઉપયોગ કરવા આપવી જોઈએ નહીં.
કેટલી સંખ્યામાં ધારણ કરો રુદ્રાક્ષ:
ભગવાન શિવના રુદ્રાક્ષને અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ સંખ્યામાં ધારણ કરવાનું વિધાન છે. જેમ કે વાળમાં એક રુદ્રાક્ષ, માથા પર ત્રીસ રુદ્રાક્ષ, ગળામાં 36 રુદ્રાક્ષ, બંને બાજુબંધમાં 16-16 રુદ્રાક્ષ, કાંડામાં 12 રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. બે, પાંચ કે પછી સાત મળકાની માળાને કંઠમાં ધારણ કરવો જોઈએ.
((અહીંયા આપેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તેને સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે.))
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube