Benefits Of Wear Kaudi In Hand: જ્યોતિષ શાસ્ત્રમાં કોડીને અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ શાસ્ત્રમાં કોડીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સમુદ્ર કિનારે મળતી આ કોડી કોઇ સામાન્ય કોડી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષના મતે જે જગ્યા પર આ કોડી રહેલી હોય છે. તે જગ્યા પરથી નેગેટિવ એનર્જી તરત જ દૂર થઇ જાય છે. એમાં પણ જો આ કોડી હાથમાં પહેરવામાં આવે છે. તમારું દુર્ભાગ્ય કદાચ સૌભાગ્યમાં પણ બદલી જાય. એટલી તાકાત આ કોડીમાં રહેલી છે. 


ઐશ્વર્ય-વૈભવના સ્વામી શુક્ર ગ્રહે કર્યુ ગોચર, 26 દિવસ સુધી આ 3 રાશિઓને થશે બમ્પર લાભ


જો તમારું કામ ક્યાંય પણ અધવચ્ચે અટકતું હોય તો એક વખત જ્યોતિષ એક્સપર્ટની સલાહ લઇને જરૂરથી હાથમાં કોડી પહેરવી જોઇએ. આ સિવાય જો કોઇ માનસિક તણાવમાં હોય તો તેવા લોકોએ કોડી ધારણ કરવી જોઇએ. 


 એવું કહેવાય છે કે, હાથમાં કોડી ધારણ કરવાથી કોઇની ખરાબ નજર લાગતી નથી. ઉપરાંત તમારા બગડેલા કામ પણ ધીમે-ધીમે સુધરવા લાગે છે. કોડી પહેરવાથી નોકરી અને પોતાના પર્સનલ ગ્રોથ માટે સારા એવા અવસર પ્રાપ્ત થાય છે. સૌથી છેલ્લે એ પણ જણાવી દઇએ કે, આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માટે એક્સપર્ટની સલાહ લઇને એ મુજબ કોડી ધારણ કરવી જોઈએ.