નવી દિલ્હી: નાગરવેલના પાનને શુભ માનવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્રમાં તેને લઈને અનેક ઉપાયો બતાવવામાં આવ્યા છે. આજે અમે તમને એવા જ કેટલાક ટોટકા વિશે જણાવવા જઈ રહ્યા છે. આપણે લોકો પાન ખાવાના શોખી હોય છે, પરંતુ આ પાનનો પૂજામાં પણ ઉપયોગ થાય છે. આ પાન દેવી-દેવતાઓને પ્રિય હોવાની પણ માન્યતા છે. હિંદૂ માન્યતાઓ અનુસાર, કોઈ પણ શુભ કાર્ય પહેલા નાગરવેલના પાનથી ભગવાનની પૂજા કરવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓએ નાગરવેલના પાનનો ઉપયોગ કર્યો હતો. એટલે જ પૂજામાં તેનું ખાસ મહત્વ છે. તેના અનેક ફાયદાઓ છે. તો પાનના કેટલાક ઉપાયો છે, જે જીવનમાં સુખ, ધન, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરવેલના પાનના ઉપાયો:
1.  મંગળવાર કે શનિવારે હનુમાનજીને પાનનો ભોગ લગાવો. જેનો અર્થ એ છે કે, હવેથી હનુમાનજી તમાપી પાસેથી પાનના બીડા લેશે. આનાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. 


2. નાગરવેલના પાનનું દાન કરવાની મનુષ્યને પાપમાંથી મુક્તિ મળે છે. નાગરવેલના પાન નકારાત્મક ઊર્જાને દૂર કરનાર અને સકારાત્મક ઊર્જાને વધારનાર માનવામાં આવે છે. એટલે એક પાનમાં ગુલાબની સાત પાંખડી રાખીને પ્રભાવિત વ્યક્તિને ખવડાવી દો. આનાથી તે તરત ઠીક થઈ જશે.


3. જો તમે રવિવારના દિવસે નાગરવેલનું પાન લઈને ઘરમાંથી નિકળો છો તો તમારા તમામ રોકાયેલા કામ પુરા થઈ જશે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, ભગવાન શિવને પણ નાગરવેલના પાન ચડાવવામાં આવે છે. આ સિવાય નવરાત્રિમાં પણ અંબામાને પાનમાં સોપારી રાખીને ચડાવવામાં આવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)