વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ભદ્ર મહાપુરુષ રાજયોગને પાંચ સૌથી શુભ રાજયોગમાં ગણવામાં આવ્યો છે. આ પંચ મહાપુરુષ રાજયોગના નામથી પણ ઓળખાય છે. ભદ્ર મહાપુરુષ રાજયોગ તે વખતે બને છે જ્યારે બુધ જન્મકુંડળીમાં લગ્નથી પહેલા, ચોથા, સાતમા અને 10માં ભાવમાં પોતાની જ રાશિ કન્યા કે મિથુનમાં ગોચર કરે છે. આ વખતે બુધ ઓક્ટોબર મહિનામાં કન્યા રાશિમાં ગોચર કરી ચૂક્યો છે. જેનાથી અત્યંત શુભ ભદ્ર મહાપુરુષ રાજયોગનો સંયોગ બન્યો છે. આ યોગ કેટલાક રાશિવાળાના જીવનમાં સૌભાગ્ય, સમૃદ્ધિ ધન, બુદ્ધિ, સ્વાસ્થ્ય અને પોઝિટિવિટીનો ખજાનો લાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધનું રાશિ પરિવર્તન: ગ્રહોના રાજકુમાર  કહેવાતા બુધે પોતાની સ્વરાશિ એવી કન્યામાં 1 ઓક્ટોબર 2023ના રોજ પ્રવેશ કર્યો છે અને હવે 19 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધના કન્યા રાશિમાં હોવાથી 19 ઓક્ટોબર સુધી ભદ્ર મહાપુરુષ રાજયોગનો સંયોગ છે. 


ભદ્ર મહાપુરુષ રાજયોગની આ રાશિઓ પર શુભ અસર...


કન્યા રાશિ
ભદ્ર મહાપુરુષ રાજયોગના સમયગાળામાં કન્યા રાશિવાળાનો આત્મવિશ્વાસ વધશે. આ દરમિયાન ભાગીદારીના ધંધામાં ખુબ નફો થશે. વેપારીઓને ધાર્યો નફો થઈ શકે છે. આ સમયગાળામાં આવકના નવા સાધન પણ બનશે. આ યોગ કન્યા રાશિવાળા માટે લાભકારી રહેવાનો છે. 


મકર રાશિ
મકર રાશિવાળા માટે ભદ્ર મહાપુરુષ રાજયોગ અત્યંત શુભ  રહેવાનો છે. આ દરમિાયન ભાગ્ય તમને સાથ આપશે. વૈવાહિક જીવન સારું રહેશે  અને સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા લોકોને તક મળી શકે છે. તમારી રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. શનિ તથા બુધ વચ્ચે મિત્રતાનો ભાવ હોવાના કારણે તમને આ સમયગાળામાં સકારાત્મક પરિણામ મળશે. 


ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે આ રાજયોગ ખાસ કરીને કરિયર તથા બિઝનેસ માટે વધુ લાભકારી રહેશે. આ દરમિયાન વેપારીઓને નવા ટેન્ટર મળી શકે છે. નોકરીની શોધ કરનારાઓને રોજગાર મળી શકે છે. નોકરી કરનારા જાતકોને નવી જવાબદારીઓ મળી શકે છે. નવો વેપાર શરૂ કરવા માટે આ સમયગાળો શુભ રહેશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)