Bhadra Rajyoga 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિથી અનેકવાર શુભ યોગ બને છે. આવી જ એક શુભ ઘટના ઓક્ટોબરમાં થવાની છે. ભદ્ર રાજયોગ ઓક્ટોબરની શરૂઆતમાં બનવાનો છે. જે 3 રાશિઓના લોકો માટે નાણાકીય લાભ અને કરિયરમાં પ્રગતિની તકો લઈને આવશે. ભદ્ર રાજયોગથી કોને કોને ફાયદો થશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે લગ્ન ભાવમાં બુધનું ગોચર આવનારા સમયમાં અનુકૂળ પરિણામ લાવશે. તમે જીવનમાં પ્રેમ અને આકર્ષણમાં વધારાનો અનુભવ કરી શકો છો. પરણિત વ્યક્તિ સારા સંબંધોની આશા  કરી શકે છે જ્યારે અપરણિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. આ ઉપરાંત ભાગીદારી અને સહયોગ આ સમયગાળા દરમિયાન ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેનાથી પ્રગતિ અને સફળતાના નવા દ્વાર ખુલશે. 


ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે કર્મ ભાવમાં ભદ્ર રાજયોગનો સંયોગ લાભકારી રહેશે. બેરોજગાર વ્યક્તિઓને આકર્ષક નોકરીની તકો મળી શકે છે. જ્યારે કર્મચારી પદોન્નતિ અને પગાર વધારાની આશા રાખી શકે છે. સહકર્મીઓ સાથે સહયોગમાં સુધારો થઈ શકે છે. જેનાથી કામનો માહોલ સારો થશે. વ્યવસાયિકોને નાણાકીય લાભમાં વધારો થશે. 


મકર રાશિ
મકર રાશિવાળા જાતકોની કુંડળીમાં ભદ્ર રાજયોગ બનવો શુભ સમયની શરૂઆતનો સંકેત આપે છે. બુધના  ભાગ્ય સ્થાનમાં ગોચર કરીને તમે કાનૂની મામલાઓ અને કોર્ટ મામલાઓમાં અનુકૂળ પરિણામની આશા રાખી શકો છો. આર્થિક દ્રષ્ટિથી આ સમયગાળો ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ લાવનારો રહી શકે છે. આ દરમિયાન મુસાફરીના યોગ બની રહ્યા છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)