Bhadra Rajyoga: 24 જૂને બની રહ્યો છે દુર્લભ ભદ્ર રાજયોગ, મિથુન સહિત 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે
Bhadra Rajyoga 2023: જ્યોતિષમાં કેટલાક મહત્વપૂર્ણ ગ્રહોમાં ચંદ્રમા, સૂર્ય, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ સામેલ છે. આ ગ્રહોની ગતિ આપણા જીવનમાં સકારાત્મક અને નકારાત્મક ઘટનાઓને નિર્ધારિત કરે છે. ધન, જ્ઞાન અને વેપારનો ગ્રહ બુધ 24 જૂન 2023 ના રોજ બપોરે 12.35 મિનિટ પર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 8 જુલાઈ 2023 સુધી ત્યાં રહેશે.
Bhadra Rajyoga 2023: જ્યોતિષમાં કેટલાક મહત્વપૂર્ણ ગ્રહોમાં ચંદ્રમા, સૂર્ય, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ સામેલ છે. આ ગ્રહોની ગતિ આપણા જીવનમાં સકારાત્મક અને નકારાત્મક ઘટનાઓને નિર્ધારિત કરે છે. ધન, જ્ઞાન અને વેપારનો ગ્રહ બુધ 24 જૂન 2023 ના રોજ બપોરે 12.35 મિનિટ પર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 8 જુલાઈ 2023 સુધી ત્યાં રહેશે. અત્રે જણાવવાનું કે 24 જૂન 2023ના રોજ બુધનું મિથુન રાશિમાં ગોચર એક શુભ યોગ બનાવશે જે ભદ્ર રાજયોગ છે. આ ભદ્ર રાજયોગ ત્રણ રાશિઓને ખુબ ફાયદો કરાવશે. ધનલાભની સાથે સાથે વેપાર કે કરિયરમાં સફળતાની અપાર સંભાવનાઓ પેદા કરશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ભદ્ર રાજયોગ ખાસ કરીને લાભકારી છે. કારણ કે બુધ ગ્રહ તમારા લગ્ન ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જે તમને શુભ ફળ આપશે. આ દરમિયાન તમને તમારા પાર્ટનરનો ખુબ સહયોગ મળશે અને તમે વૈવાહિક સુખનો અનુભવ કરશો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તે સમયગાળા દરમિયાન અપરણિત લોકોને લગ્નની તકો મળશે. જે લોકો બિઝનેસ પાર્ટનરશીપમાં છે તેમને પણ આર્થિક રીતે ફાયદો થશે. તેનાથી તમારા વ્યક્તિત્વમાં નીખાર આવશે અને આત્મવિશ્વાસ વધશે.
ધનુ રાશિ
બુધના મિથુનમાં રાશિમાં ગોચરથી ભદ્ર રાજયોગનું બનવું એ પણ ધનુ રાશિના જાતકો માટે ખુબ અનુકૂળ છે. આ યોગ તમારા બધા વણઉકેલાયેલા મુદ્દાઓના ઉકેલ લાવવામાં મદદ કરશે. વેપારના સિલસિલામાં તમારે મુસાફરી કરવી પડી શકે છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે શેરબજારમાં પણ રોકાણ કરી શકો છો. એ વાતની સારી સંભાવના છે કે તમને તેનાથી મોટો લાભ થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે પણ આ યોગ ખુબ અનુકૂળ છે. બુધ ગ્રહનું ગોચર તમારી કુંડળીના દશમ ભાવમાં થશે જેનાથી સમાજમાં પ્રસિદ્ધ થવાના અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. કન્યા રાશિના જાતકો આ સમયગાળાનો ભરપૂર લાભ ઉઠાવશે. જે અટકી રહેલા હતા તે કેશ પુરસ્કાર અને ધન પ્રાપ્તિ થશે. તમારા પરિવારનો માહોલ પણ ખુબ શાંત અને પ્યારો રહેશે. લાંબા સમય બાદ તમારા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. ભાગ્યનો સાથ મળવાથી તમને તમારા કાર્યોમાં સફળતા મળશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube