Bhagya Rekha: ઘણા લોકો પ્રયત્ન તો ખૂબ કરે છે પરંતુ તેમને સફળતા પ્રાપ્ત થતી નથી. તેને લઈને માનવામાં આવે છે કે જ્યાં સુધી ભાગ્ય સાથ ન આપે ત્યાં સુધી વ્યક્તિ સફળ કે અમીર ન બની શકે. વ્યક્તિ કેટલા પણ હાથ પગ મારે પરંતુ જ્યાં સુધી ભાગ્ય સાથ ન આપે ત્યાં સુધી તેની કિસ્મત ચમકતી નથી. આજે તમને એવા બે ઉપાય વિશે જણાવીએ જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારું ભાગ્ય તમારી સાથે છે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામુદ્રિક શાસ્ત્રમાં ભાગ્ય કેટલું પ્રબળ છે તે જાણવાની કેટલીક રીતો જણાવવામાં આવી છે. વ્યક્તિ ભાગ્યવાન છે કે નહીં તે બે અલગ અલગ રીતે જાણી શકાય છે. આ બે રીત દ્વારા તમે પણ જાણી શકો છો કે તમારું ભાગ્ય કેટલું બુલંદ છે. તો ચાલો તમને આ અંગે વિસ્તારથી જણાવીએ. 


આ પણ વાંચો: ભાગ્યશાળી હોય તેને જ જોવા મળે આ વસ્તુઓ, માતા લક્ષ્મીની પધરામણીનો કરે છે સંકેત


જન્મ કુંડલી


વ્યક્તિ કેટલો ભાગ્યશાળી છે તે જાણવાનો પહેલો રસ્તો છે તેની જન્મકુંડળી. વ્યક્તિની જન્મકુંડળીનો નવમો ભાવ ભાગ્ય સાથે સંબંધિત હોય છે. ભાગ્ય કેટલું સારું છે તે જાણવા માટે નવમા ભાવના સ્વામી ગ્રહની સ્થિતિ જોવાની હોય છે. નવમા ભાવના સ્વામી ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિનું ભાગ્ય પણ મજબૂત રહે છે. 


આ પણ વાંચો: આજથી 1 મહિના સુધી સૂર્ય 4 રાશિ પર રહેશે મહેરબાન, થશે ધનલાભ અને નોકરીમાં મળશે પ્રમોશન


ભાગ્ય રેખા


વ્યક્તિ ભાગ્યશાળી છે કે નહીં તે જાણવાની બીજી રીત છે હસ્તરેખા. વ્યક્તિના હાથની રેખાઓમાં તેના ભાગ્ય વિશે પણ જણાવવામાં આવેલું હોય છે. હાથના મણિબંધથી લઈને જે સીધી રેખા નીકળે છે અને શનિ પર્વત સુધી પહોંચે છે તે વ્યક્તિની ભાગ્ય રેખા હોય છે. જો કોઈ વ્યક્તિનું ભાગ્ય પ્રબળ હોય તો આ રેખા સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી હોય છે. જે વ્યક્તિના હાથની આ રેખા તૂટ્યા વિના આગળ વધતી હોય તે જીવનમાં સફળ અને અમીર બને છે.


આ પણ વાંચો: Shani 2024: વર્ષ 2024 માં 3 રાશિઓ પર શનિદેવ થશે મહેરબાન, ચારેતરફથી થશે રૂપિયાની આવક


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)