Banaskantha News પરખ અગ્રવાલ/અંબાજી, બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. અંબાજી મંદિરમાં આવતા ભક્તોની સગવડતા માટે નીજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, અંબાજી મંદિરમાં તારીખ 22 એપ્રિલ શનિવારના વૈશાખ સુદને અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવિક ભક્તો ખાસ ધ્યાન રાખે કે, ઋતુ પ્રમાણે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય બદલાયો છે. તેથી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. હવે નવા ક્રમ મુજબ, બપોરની આરતી વધારાની કરવામાં આવશે. અંબાજી મંદિરની પરંપરા મુજબ, હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડાને શણગાર બદલાતા હોય છે, જેથી આરતીનો ત્રણ સમય કરવામાં આવશે. 


અંબાજી ફરી વિશ્વફલક પર ચમકશે, વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની ચારધામ યાત્રાનો પ્રારંભ


તો જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજીની બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન કરી શકશે તેવું મંદિરના ભટ્ટજી મહારાજ તન્મયભાઈ ઠાકરે જણાવ્યુ હતુ


આરતી અને દર્શનનો સમય 


  • સવારે આરતી   7.00 થી 7.30

  • સવારે દર્શન    7.30 થી 10.45

  • બપોરે આરતી  12.30 થી 1.00

  • બપોરે દર્શન   1.00 થી 4.30

  • સાંજે આરતી   7.00 થી 7.30 સુધી અને

  • સાંજે દર્શન   7.30  થી રાત્રી ના 9.00  સુધી ખુલ્લા રહેશે


જોકે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાતા તારીખ 22/04/2023 થી 19/06/2023 સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહિ તેની ભક્તોએ ખાસ નોંધ લેવી. 


ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી, હવે આ શહેરમાં ફરિયાદ દાખલ થઈ