Vastu Tips: ઘરની સાફ સફાઈ કરવા માટે સાવરણીનો ઉપયોગ રોજ કરવામાં છે. પરંતુ સાવરણી સાથે કેટલાક નિયમો પણ જોડાયેલા છે જેનું પાલન કરવું જરૂરી હોય છે. જો તમે આ નિયમોનું પાલન કરતાં નથી તો તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર સાવરણી ક્યાં રાખવી, કયા સમયે ઝાડુ કરવું, ઝાડુ કેવી રીતે કરવું તેના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. વાસ્તુ અનુસાર નિયમોનું પાલન ન કરવામાં આવે તો સાવરણીનું અપમાન થાય છે, જેના કારણે માતા લક્ષ્મી રુષ્ટ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Budh Gochar Rashifal: જાણો મિથુન રાશિમાં બુધના ગોચરથી કઈ રાશિ પર પડશે કેવી અસર


વક્રી શનિએ બનાવ્યો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ 5 રાશિના લોકોની સતત વધતી રહેશે આવક


શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે દુર


કયા સમયે ઝાડુ ન કરવું
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ઘરની બહાર કામથી જઈ રહી હોય ત્યારે ઝાડુનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી કાર્યમાં સફળતા મળતી નથી. આ સિવાય સંધ્યા સમય પછી પણ ઝાડુ કરવું જોઈએ નહીં.


ભોજન કરતી વખતે ન કરવું આ કામ 


વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ ભોજન બનાવતી હોય અથવા તો જમતી હોય તો ઝાડુનો ઉપયોગ ન કરવો. આમ કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે.  


આ જગ્યાએ ન રાખવો કચરો


ઘરમાં ઝાડુ કર્યા પછી જે કચરો નીકળે છે તેને ક્યારેય ઘરના મુખ્ય દરવાજા પાસે ન રાખવો. આ જગ્યાએ ડસ્ટબીન રાખવી જોઈએ નહીં. આમ કરવાથી પરિવાર આર્થિક સંકટમાં ઘેરાઈ જાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)