Budh-Shukra Effects: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિની કુંડળીમાં ગૃહોની સ્થિતિ કેવી છે તે અનુસાર વ્યક્તિના જીવન પર શુભ અને અશુભ પ્રભાવ જોવા મળે છે. નવગ્રહોમાંથી જો કોઈ પણ એક ગ્રહ પણ નબળો હોય તો વ્યક્તિના જીવનમાં તે ગ્રહ સંબંધિત સમસ્યા જોવા મળે છે. જો ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં શુભ ફળ મળે છે. ગ્રહોના શુભ પ્રભાવના કારણે વ્યક્તિને કાર્યોમાં સફળતા મળે છે અને તે પોતાના જીવનમાં ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. તેનાથી વિપરીત જો ગ્રહ અશુભ પ્રભાવ આપનાર હોય તો જીવનમાંથી સુખ છીનવાઈ જાય છે. ખાસ કરીને 5 ગ્રહ એવા છે જે શુભ હોય તો વ્યક્તિનું ભાગ્ય રાતોરાત ચમકી જાય છે અને તે રાજા જેવું વૈભવી જીવન ભોગવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Budhwar Upay: પૈસા નથી ટકતા તમારી પાસે ? તો બુધવારે આ સરળ કામ કરી બદલો તમારું ભાગ્ય


નવગ્રહમાંથી પાંચ ગ્રહ એવા હોય છે જે કુંડળીમાં ઉચ્ચ સ્થાન પર હોય અથવા તો મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિ રાતોરાત ગરીબમાંથી અમીર બની જાય છે. આ પાંચ ગ્રહ છે સૂર્ય, ગુરુ, શનિ, બુધ, શુક્ર. તેમાં પણ જો બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિને નીચે દર્શાવ્યા અનુસાર સુખ પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો: Roti Ke Upay: રોટલી બનાવવા લોઢી ગરમ કરો ત્યારે કરી લો આ ટોટકો, ઘરમાં વધશે બરકત


બુધ ગ્રહ


વૈદિક જ્યોતિષ અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો તેવી વ્યક્તિ કળા, લેખન, વાણી, વેપાર વગેરેમાં સફળ થાય છે. આવા લોકો જીવનમાં સુખ-સમૃદ્ધિ સાથે માન-સન્માન પણ પ્રાપ્ત કરે છે. જો બુધ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમસ્યાઓ આવતી જ રહે છે.


આ પણ વાંચો: Arthik Rashifal March 2024: માર્ચમાં આ રાશિઓ પર લક્ષ્મીજી કરશે કૃપા, ધનનો વરસાદ થશે


શુક્ર ગ્રહ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર સુખ અને સમૃદ્ધિના દાતા શુક્ર જો મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિ લક્ઝરીથી ભરપુર લાઈફ જીવે છે. શુક્ર મજબૂત હોય તો વ્યક્તિ ફેશન ફિલ્મ સંગીત ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. આવા લોકોનું દાંપત્યજીવન પણ સુખમયી રહે છે. લોકોના જીવનમાં માં લક્ષ્મીની કૃપા રહે છે. શુક્ર ગ્રહ નબળો હોય તો વ્યક્તિને દરિદ્રતાનો સામનો કરવો પડે છે અને વૈવાહિક જીવનમાં પણ કષ્ટ આવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)