Laxmi Narayan Yog: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મેમાં બુધ અને શુક્રનો સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સંયોગ મેષ રાશિમાં બનશે. જેનાથી મેષ રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે. જેની અસર દરેક રાશિઓ પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું આ સમયે ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારા લોકોની રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે શુક્રના પ્રભાવથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે તમને કરિયરમાં વિશેષ લાભ થશે અને તમે સફળતા મેળવવા માટે કોઈ મોટું પગલું ભરી શકો છો કે પછી કારોબારમાં રોકાણ વિશે વિચારી શકો છો. સાથે આ સમયમાં  પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. આ દરમિયાન કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.


આ પણ વાંચોઃ 50 વર્ષ બાદ મીનમાં ભેગા થયા આ 3 શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાને બનાવશે કરોડપતિ


મિથુન રાશિ
લક્ષ્મી નારાયણ રાજયોગ મિથુન રાશિના જાતકો માટે લાભદાયી સાહિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. તો અંગત જીવનમાં પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે. તમને કમાણી વધારવાની ઘણી તક મળશે. સાથે આ દરમિયાન તમને રોકાણથી લાભ થઈ શકે છે. આ સમયે તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં સારો લાભ થઈ શકે છે. 


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને લક્ષ્મી નારાયણ રાજયોગથી લાભ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના દશમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમે કામ-ધંધામાં સારી પ્રગતિ કરી શકો છો. સાથે આર્થિક રૂપથી પહેલા કરતા મજબૂત થશો. સ્વાસ્થ્યના મામલામાં આ સમય સારો છે. જે લોકો બેરોજગાર છે તેને નવી નોકરી મળી શકે છે. સાથે વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે.